જૂની રમુજો – ભાગ 3

ચાલો ફરી માણીએ વીતેલા વખતની રમુજો..

 • એક વખત રસ્તે જતા એક માણસે એક વિચિત્ર સ્મશાનયાત્રા જોઈ. સૌથી આગળ બે નનામીઓ હતી. તેની પાછળ એક ભાઈ એક ભયંકર દેખાતો કુતરો લઈને ચાલતા હતા અને તેમની પાછળ એક લાંબી લાઈનમાં ૧૫૦-૨૦૦ પુરુષો ચાલ્યા આવતા હતા. પેલા માણસને કુતુહલ થયું. એણે જઈને પેલા ભાઈ ને પૂછ્યું: “તમને આ દુઃખના વખતમાં ડીસ્ટર્બ કરવા બદલ દિલગીર છું. પણ મેં આવી અંતિમયાત્રા ક્યારેય જોઈ નથી. કોણ ગુજરી ગયું છે?” પેલા ભાઈએ  કહ્યું:”મારી પત્ની”
  આમણે પૂછ્યું:”શું થયું હતું?” પેલાએ કહ્યું: “આ મારો કુતરો એને કરડી ગયો.”
  આમણે ફરી પૂછ્યું: “અને બીજી નનામી કોની છે?”
  જવાબ મળ્યો: “મારા સાસુની. એ મારી પત્નીને મદદ કરવા ગયા.”
  થોડીવાર શાંતિથી વિચારી પેલાએ પૂછ્યું: “મને એકાદ દિવસ તમારો કુતરો આપશો?”
  “લાઈનમાં જોડાઈ જાવ.” જવાબ મળ્યો.

 • છગને એના સાહેબને કહ્યું: “બોસ, કાલે અમારા ઘરે દિવાળીની સફાઈ કરવાની છે. મારી પત્ની ઈચ્છે છે કે હું એને મદદ કરવા ઘરે રહું.”
  સાહેબ: “ના, અત્યારે આમ પણ સ્ટાફની કમી છે. હું તને રજા નહિ આપું.”
  છગને કહ્યું: “ખુબ આભાર બોસ. મને હતું જ કે તમે તો મારો વિશ્વાસ નહિ જ તોડો.”

 • ટીચરે સાતમા ધોરણ ના વિદ્યાર્થીને પૂછ્યું: “ગાંધીજીની હત્યા કોણે કરી હતી?”
  વિદ્યાર્થી: “મને નથી ખબર. મને આવા મૂરખ જેવા સવાલો નહિ કરવાના.”
  ખીજાઈને ટીચરે બીજા દિવસે તેના પિતાને બોલાવ્યા અને તેની ઉદ્ધાતાઈની ફરિયાદ કરી કે તે કહે છે કે તેને આવા મૂરખ જેવા સવાલો ન કરવા.
  પિતાએ તરત ગુસ્સામાં આવી દીકરાનો કોલર પકડ્યો અને બરાડ્યા: “હરામખોર, તે જો ખૂન કર્યું હોય તો કબુલ કરવામાં તારા બાપનું શું જાય છે?”

 • ટીચર ક્લાસને વાનરો વિષે સમજાવતા હતા. અચાનક તેમણે જોયું કે પપ્પુનું ધ્યાન નથી. તેમણે તરત તેને ટોક્યો: “પપ્પુ, જો તું મારી તરફ ધ્યાન નહિ આપે તો તને વાનરો કેવા હોય છે એ ખબર નહિ પડે.”

 • બે મિત્રો હતા-એક આશાવાદી ને બીજો, નિરાશાવાદી. આશાવાદી હંમેશા વિચારતો કે નિરાશાવાદીને પોઝીટીવ કેમ બનાવવો. એક વાર તેને એક કુતરો મળ્યો જે પાણી પર ચાલી શકતો હતો. નિરાશાવાદીને બરાબર સમજાવી શકાય તે માટે એ તેને લઈને શિકાર પર ગયો. એક નદીના કિનારે તેણે એક પંખીને વીંધી નાખ્યું જે નદીની બીજી તરફ પડ્યું. તેણે તરત કુતરાને ત્યાં મોકલ્યો ને કુતરો પાણી પર ચાલીને પંખી ને લઇ આવ્યો. આશાવાદીએ નિરાશાવાદીને કહ્યું” “જોયું? આ કુતરો પાણી પર ચાલી શકે છે. સરસ કહેવાયને?
  પેલાએ કટાણું મોઢું કરીને પૂછ્યું: “આ કુતરો પાણીમાં તરી નથી શકતો, નહિ?”

 • એક નવા રીપોર્ટ પ્રમાણે એરલાઈન સર્વિસ ખુબ ખરાબ થઇ ગઈ છે ને સ્ટાફ ખુબ અવિનયી છે. જ્યારે રીપોર્ટરે આ અંગે કંપનીના પ્રતિનિધિને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું: “આડાઅવળા સવાલ કર્યા વગર ચુપચાપ લાઈનમાં ઉભો રહે.”

 • એક મેનેજરને ખુબ નવાઈ લાગી જ્યારે એણે એના એક અત્યંત જુનવાણી વિચારના  ક્લાર્કના કાનમાં કડી જોઈ.
  એણે પૂછ્યું: “મને ખબર નહિ કે તું આવી ફેશન અપનાવવા તૈયાર થઈશ?”
  કલાર્કે કહ્યું: “એમાં શું? ફક્ત એક કડી જ છે ને?”
  મેનેજર: “તું ક્યારથી એ કડી પહેરે છે?”
  ક્લાર્ક: “જ્યારથી મારી પત્નીને મારી કારમાંથી એ મળી ત્યારથી.”

 • એક ઘરડી સ્ત્રીએ ૭૫ વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો. તેના સગાઓ બાળકને જોવા આવ્યા અને પૂછ્યું.”અમે તેને જોઈ શકીએ?” પેલી બાઈએ કહ્યું: “હમણાં નહિ.” કદાચ બાળક સુતું હશે એમ માની સગાઓ બેઠા ને કલાક પછી પાછું પૂછ્યું કે, “હવે જોઈ શકીએ?” બાઈએ કહ્યું, “નહિ હમણાં નહિ.” સગાઓએ કંટાળીને પૂછ્યું, “તો ક્યારે જોવા મળશે?” પેલી સ્ત્રીએ કહ્યું, “એ રડે ત્યારે.” મહેમાનોને નવાઈ લાગી. “રડે ત્યારે? એવું કેમ?” પેલી બાઈ બોલી, “હું ભૂલી ગઈ છું કે મેં એને ક્યા મુક્યું છે.”

Advertisements

One response to “જૂની રમુજો – ભાગ 3

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s