અંતરીક્ષમાં મળી આવેલો “બાળ” બ્લેકહોલ..

 

SN1979C (સ્ત્રોત- http://science.nasa.gov)

સમાચાર:
(૧૪ નવેમ્બર, નાસા)

 

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા “નાસા”એ બ્રહ્માંડ નો અત્યાર સુધી નો સૌથીનાની વયનો બ્લેકહોલ શોધી કાઢ્યો છે, જે વૈજ્ઞાનિકોનાં અનુમાન મુજબ માત્ર ૩૦ વર્ષની વય ધરાવે છે અને એ રીતે બ્લેકહોલ નો અભ્યાસ એના સર્જનનાં શરૂઆતના તબક્કાથી જ કરવાની તક પૂરી પાડે છે. આ બ્લેકહોલ પૃથ્વીથી ૫૦૦૦૦૦૦૦ (પાંચ કરોડ)પ્રકાશવર્ષનાં અંતરે M100 નામની આકાશગંગાનાં SN1979C નામના તારાનો અવશેષ છે. વૈજ્ઞાનીકોના મતે બ્લેકહોલ નામની અદ્રશ્ય બલાનો તેના જીવનની શરૂઆતથી જ અભ્યાસ કરવાનો અત્યાર સુધીમાં આ પૃથ્વીથી સૌથી નજીકના અંતરે પ્રાપ્ત થયેલો મોકો છે.

આ બ્લેકહોલ (Black hole)આખરે છે શું?

સાદી ભાષામાં તેને આ મુજબ સમજાવી શકાય..

આપણે જાણીએ જ છીએ કે દરેક પદાર્થને ગુરુત્વાકર્ષણ હોય છે જે તેની આસપાસના પદાર્થને ખેચે છે. પદાર્થનું ગુરુત્વાકર્ષણ તેના કદ અને ઘનતા પર આધાર રાખે છે. બ્લેકહોલ એ એક અદ્રશ્ય એવો અવકાશી પીંડ છે. તે એટલું પ્રબળ ગુરુત્વાકર્ષણ ધરાવે છે કે તેમાંથી કોઈ પદાર્થ, પ્રકાશ સુદ્ધા છટકી નથી શકતો. આ કારણે જ તેને જોઈ નથી શકાતો. આમ તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ રીતે સાબિત નથી થઇ શકતું. પરંતુ તેના પ્રબળ ગુરુત્વાકર્ષણની અન્ય અવકાશી પદાર્થો પરની અસરથી તેના અસ્તિત્વ નું અનુમાન કરી શકાય છે.

જ્યારે કોઈ વિશાળ કદ ધરાવતો તારો તેનું ઇંધણ ખૂટ્યા પછી પોતાના જ ગુરુત્વાકર્ષણથી ભીસાઈને અંદરની તરફ ફસકી પડે છે  ત્યારે તેનું કદ અત્યંત સંકોચાય છે આથી તેની ઘનતામાં ખૂબ વધારો થાય છે. આ વધેલી ઘનતા તેના ગુરુત્વાકર્ષણમાં પાછો વધારો કરે છે અને તારો ઔર સંકોચાય છે. આમ એક તબક્કો એવો આવે છે કે જ્યારે તારાનું ગુરુત્વાકર્ષણ એટલું વધી જાય છે કે તેના પોતાના પ્રકાશના કિરણો પણ તેની પકડ છોડાવી નથી શકતા. આમ, તારો અદ્રશ્ય થઇ જાય છે. હજી તે તારો જ છે પણ કદ ઘટતા ગુરુત્વાકર્ષણનો વધારો અને ગુરુત્વાકર્ષણ વધતા કદ નો ઘટાડો ચાલુ જ રહે છે. અને ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે પદાર્થો વચ્ચેનું અંતર જો બમણું થાય તો ગુરુત્વાકર્ષણ ચારગણું ઘટે છે અને અંતર જો ઘટીને અડધું થાય તો ગુરુત્વાકર્ષણ ચારગણું વધી જાય છે. આમ જેમ તારાની બાહ્ય સપાટી અને તેના કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે તેમ ગુરુત્વાકર્ષણ પ્રચંડ વધારો પામે છે. અને અંતે એ તારો એટલો નાનો થઇ જાય છે કે તેનું કદ ન માપી શકાય. ધારો કે (૧૩,૯૨,૦૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતા) આપણા સૂર્ય કરતા ૧૦ ગણો મોટો તારો જો બ્લેકહોલમાં પરિવર્તિત થાય તો તેનું કદ ભીસાઈને નાનકડા અણુ જેટલું થઇ જાય. આ વસ્તુ એ જ બ્લેકહોલ. એ હિસાબે તારાનું કદ ઘટીને બનેલા બ્લેકહોલ નું ગુરુત્વાકર્ષણ કેટલું હોય તેની કલ્પના જ કરવી રહી. ખરેખર તો ભીસાઈને બનેલું આ ટપકું પોતે બ્લેકહોલ નથી. આ ટપકું પોતે બ્લેકહોલનું કેન્દ્ર (singularity) તરીકે ઓળખાય છે અને તેની આસપાસ ફેલાયેલા પ્રચંડ ગુરુત્વાકર્ષણ નો વિસ્તાર એ બ્લેકહોલ છે.  આ બ્લેકહોલ તેની આસપાસ રહેલી દરેક વસ્તુને પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી ખેચે છે અને અંતે ગળી જાય છે. આ પદાર્થો બ્લેકહોલમાં પ્રવેશ્યા બાદ ભીંસાઈને નામશેષ થઇ જાય છે.

બ્લેકહોલને પ્રત્યક્ષ જોઈ નથી શકાતો પણ તેના અસ્તિત્વના સાંયોગિક પુરાવા મળે છે. જ્યારે બ્લેકહોલ તેની પડોશમાં આવેલા કોઈ અન્ય તારાનું “ભક્ષણ” કરતો હોય ત્યારે બ્લેકહોલમાં ખેચાતો તારાનો પદાર્થ ભયંકર દબાણ અનુભવે છે અને પરિણામે તેના વાયુના અણુઓ પરસ્પર ભીસાઈને fuse થવા લાગે છે અને પરિણામે ક્ષ-કિરણો(x-rays) નો ધોધ વહે છે. આ કિરણો ઉપરથી જ વૈજ્ઞાનિકો બ્લેકહોલનાં અસ્તિત્વનું અનુમાન કરી શક્યા છે. ઉપર કહેલા SN1079C નાં બ્લેકહોલ નાં અસ્તિત્વનો પત્તો પણ તેના દ્વારા ઉત્પન્ન થયેલા ક્ષ-કિરણો વડે જ લાગ્યો છે. બ્રહ્માંડમાં આવા કરોડો કે અબજો બ્લેકહોલ હોવાનું વૈજ્ઞાનિકો માને છે. બ્લેકહોલ નો સ્વભાવ જ તેની આસપાસના પદાર્થને “ખાઈ” જવાનો છે. આ પદાર્થ વળી પાછો તેની ઘનતામાં ઉમેરો કરશે જેને લીધે તેનું ગુરુત્વાકર્ષણ ઔર શક્તિશાળી બનશે અને તે વધુ “ખાઉધરો” બનશે.

આમ કદાચ એક વખત એવો પણ આવે કે સમગ્ર બ્રહ્માંડનો નાશ આવા બ્લેકહોલ દ્વારા થઇ જાય? તમને શું લાગે છે?

(વિવિધ વિજ્ઞાન સામયિકો (જેમાનું એક મારું પ્રિય “સ્કોપ” છે), વર્લ્ડ બૂક એનસાયકલોપીડિયા  તથા થોડી વેબસાઈટો પરથી માહિતી ભેગી કર્યા પછી શક્ય તેટલું સાદી ભાષામાં રૂપાંતર કરી અહી રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. હું વૈજ્ઞાનિક નથી તેથી આ લેખ કદાચ અપરીપૂર્ણ  કે ભૂલ ધરાવતો હોઈ શકે. ભૂલો દેખાડશો તો સુધારીશ.)

Advertisements

5 responses to “અંતરીક્ષમાં મળી આવેલો “બાળ” બ્લેકહોલ..

  1. Saras Mahiti aapo chho Jay bhai.

    Scop ane Safari mara pan fav. magazino che.

  2. શ્રી જયભાઈ, ( કનકવો )

    બ્લેક હોલ વિષે અમુલ્ય અને વિસ્તૃત માહિતી આપવા માટે ધન્યવાદ.

    વાહ ભાઈ વાહ………. જમીન તો ક્યા આસમાનકી ખબર રખતે હે !

  3. બ્લેક હોલ વિશે કહેવાયુ છે ઘણુ બધું પણ હવે કોઈક તેની પાસે જઈને તેનું સંશોધન કરે તેને માટે તો હજૂ ઘણી વાર છે ..

    કેમ બરાબર ને જયભાઈ .. ?

  4. આમ કદાચ એક વખત એવો પણ આવે કે સમગ્ર બ્રહ્માંડનો નાશ આવા બ્લેકહોલ દ્વારા થઇ જાય? તમને શું લાગે છે?
    સવાલનો જવાબ

    વૈજ્ઞાનિકોના મતે,
    જો સમગ્ર બ્રહ્માંડનો નાશ આવા બ્લેકહોલ દ્વારા થઇ જાય તો પણ
    બ્લેકહોલની બીજી બાજુ વ્હાઈટ હોલ પણ હોય છે જ્યાં નવા બ્રહ્માંડનું સજઁન પણ થઈ રહ્યુ હશે.

    • આભાર મયુરભાઈ,
      સાચી વાતો છે આપની. બ્રહ્માંડનાં આદિ અને અંત વિષે મતમતાંતર પ્રવર્તે છે. પણ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે જેમ બ્રહ્માંડ નાં પદાર્થનો નાશ થતો રહે છે તેમ સર્જન પણ ચાલ્યા કરે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s