એક માણવા જેવું સ્થળ – વેળાવદર નેશનલ પાર્ક

 

વેળાવદર નેશનલ પાર્ક

વેળાવદર એ ભારતનો એક માત્ર ઘાસિયા મેદાન નો પ્રદેશ છે કે જેને નેશનલ પાર્કનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ભાવનગરથી આશરે ૭૨ કિલોમીટર દૂર આવેલ વેળાવદર કાળીયાર હરણ (blackbucks)નાં રહેઠાણ તરીકે જાણીતું છે. ૧૯૭૬મા તેને નેશનલ પાર્ક (રક્ષિત પ્રદેશ) જાહેર કરવામાં આવ્યું. શરૂઆતમાં તેનો વિસ્તાર આશરે ૧૭ ચો કિમી હતો જે ૧૯૮૦મા વધારીને આશરે ૩૪ ચો કિમી કરવામાં આવ્યો.

 


સુકા ઘાસના ખુલ્લા મેદાનોમાં વિહરતા કાળીયાર એ અહીનું મુખ્ય આકર્ષણ છે. 

કાળીયાર

મુખ્યત્વે ભારત અને પાકિસ્તાનના મેદાનોમાં થતા કાળીયાર દુનિયાના સૌથી ઝડપે દોડતા પ્રાણીઓમાના છે. કાળીયાર જરૂર પડ્યે ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આંધ્રપ્રદેશ રાજ્યનું તે રાજકીય પ્રાણી(state animal) છે.

 

 

લીખ

કાળીયાર ઉપરાંત વેળાવદર વરુ (wolf ) અને લીખ (lesser florican) નામના પક્ષીઓ માટે પણ રક્ષિત છે. લીખ અથવા ઘોરાડ એ મોટા કદનું કાળા સફેદ રંગ નું પક્ષી છે જે આખી દુનિયામાં માત્ર ભારતમાં થાય છે. એક જમાનામાં આખા દેશના મેદાનોમાં તે મળી આવતા પણ હવે તેમની વસ્તી ખુબ ઘટી ગઈ છે, છતાં સૌથી વધુ સંખ્યામાં આ પક્ષીઓ વેળાવદરમાં જોવા મળે છે. આ ઉપરાંત આ પાર્કમાં શિયાળ, લોંકડી અને જંગલી બિલાડીઓ પણ જોવા મળે છે.
વેળાવદર જવા માટે નજીકના એરપોર્ટ અમદાવાદ અને ભાવનગર છે. પાર્ક આખું વર્ષ ખુલ્લો રહે છે, પણ શિયાળાની ઋતુ પાર્કની મુલાકાત માટે સારી ગણાય છે.

Advertisements

7 responses to “એક માણવા જેવું સ્થળ – વેળાવદર નેશનલ પાર્ક

  1. ક્યારે જવું છે? હવે શિયાળો શરુ થશે.

  2. તમે જલ્દી બીજી ગાડી ખરીદી લ્યો તેવી શુભેચ્છા કારણ કે હું તો ૫-૧૦ વર્ષ સુધી ગાડી ખરીદું તેમ નથી. ગઈ કાલે કવિતા માટે એક્ટિવા બુક કરાવ્યું તે પણ ૬ મહિને આપશે અને એક્ટિવા ઉપર તો બહુ બહુ તો કોળીયાક સુધી જવાય. ગાડી ભાડે કરીને જવું હોય તો વાંધો નથી – હજુ ભાડું ખરચી શકાય તેવા દિવસો છે. આ દિવસોની વાત એટલે કરુ છું કે ’કૌન જાને કીસ ઘડી વક્ત કા બદલે મિજાજ’ એટલે જીવનમાં સારા-માઠાં દિવસો તો આવતાં હોય છે. પણ જો આપણે મનને કેળવ્યું હોય તો “હર હાલમેં ખુશ” રહી શકીએ.

  3. Bedi Brother’s Velavadar National Park Documentary Film is very nice. You can see it, if it is available on internet. I have seen it on Doordarshan.

  4. અહ્યાં ક્યાંરેય આવ્યો નથી.મૂલાકાત લેવી રહી.
    જાણકારી બદલ આભાર.

  5. Nice Information..

    aa vakhate rahi gayu tya javanu… have may be next Diwali ma plan karishu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s