શાત્ઝી

મનુષ્ય આદિકાળથી જે પ્રાણીઓને (પોતાના સ્વાર્થ માટે જ તો) પાળતો આવ્યો છે તેમાં અશ્વ અને શ્વાન મુખ્ય છે. બન્ને પ્રાણીઓ વફાદારીપૂર્વક પોતાના માલિકની સેવા કરતા આવ્યા છે. તેમાય શ્વાન તો પોતાના માલિકને પ્રેમપૂર્વક સાથ પૂરો પાડીને અટકી નથી જતો, પણ તેને રક્ષણ પણ પૂરું પાડે છે. ગમે તેવું જોખમ હોય, પોતાના જીવનના ભોગે પણ શ્વાને તેમના માલિકને બચાવ્યા હોવાના અનેક ઉદાહરણો છે.
કૂતરા, પછી તે શેરીમાં રખડતા હોય કે ખાસ તૈયાર કરેલી બ્રીડ, હંમેશા માત્ર ખોરાક અને થોડા પ્રેમના બદલામાં માનવીને સાથ, રક્ષણ અને નિસ્વાર્થ પ્રેમ પૂરો પાડે છે. માણસોના સંબંધમાં નાની એવી વાતે ઓટ આવી શકે, પણ કૂતરા હંમેશા તમને થોડી શી સંભાળના બદલા માં અઢળક ચાહશે. મારી પાસે બે શ્વાન છે. સારા અને શાત્ઝી. આજે મળો અમારી શાત્ઝી ને.

શાત્ઝી(Schatzi ) જર્મન નામ છે. એનો અર્થ છે “પ્રિયતમા”. શાત્ઝી એ જર્મન શેફર્ડ (જે આલ્સેશિયન તરીકે પણ ઓળખાય છે) બ્રિડની માદા શ્વાન છે. જર્મન શેફર્ડ એ નામ મુજબ જર્મનીમાં ઉત્પન્ન થયેલ જાત છે. આ બ્રીડના પૂર્વજો ખેતર પર માલ ને (ખાસ કરીને જીવતા માલ ઘેટા, બકરા, મરઘા વ.) સાચવનારા કુતરાઓ હતા. જર્મન શેફર્ડ જાત જ્યારે બ્રિટન લઇ જવાઈ ત્યારે, જર્મની માટે પૂર્વગ્રહ ધરાવતા એ દેશમાં સહેલાઈથી સ્વીકાર પામે એ હેતુથી તેને તેના જન્મના ગામના નામ પરથી આલ્સેશિયન તરીકે ઓળખાવવામાં આવી. જીએસડી(જર્મન શેફર્ડ ડોગ) એ ખુબ બહાદુર અને વફાદાર તેમ જ બુદ્ધિશાળી જાતી છે. તેને ટ્રેઈન કરવી ખુબ સહેલી છે. ખુબ મજબુત બાંધો ધરાવતી હોવા છતાં તે કુટુંબના બાળકો સાથે પણ સહેલાઈથી ભળી જાય છે. જો કે મૂળભૂત રીતે ચોકીદારી કરનારી વર્કિંગ બ્રીડ હોવાના લીધે તે હંમેશા સજાગ અને અજાણ્યાઓ પ્રત્યે શંકાશીલ રહે છે. ઉપરાંત નાનપણથી જ જો સમાજજીવનથી ટેવાયેલ ન હોય તો આ જાતને લોકો સાથે ભળવામાં મુશ્કેલી આવી શકે. વર્કિંગ બ્રીડ હોવાના લીધે તેને બેસી રહેવું નથી ગમતું અને એકસરસાઈઝ ખુબ જરૂરી બને છે. શાત્ઝી અત્યારે દોઢ વર્ષની છે. (જન્મ તારીખ ૫/૫/૨૦૦૯ ) હું એને લાવ્યો ત્યારે એ ૧૦ માસની હતી. હું લેવા માગતો હતો એક નાનું પપ્પી, પણ ત્યાં જ એક જાણીતા પાસે શાત્ઝીને જોઈ અને એનો પ્રભાવશાળી દેખાવ ને ખુબ પ્રેમાળ સ્વભાવ જોઈ એ એટલી ગમી ગઈ કે એને લઇ આવ્યો. શાત્ઝી  આશરે ૨૩ ઇંચ ઉંચી છે. (શ્વાન ની ઉચાઇ તેના ખભા પાસે મપાય છે.) ખુબ પ્રેમાળ ને રમતિયાળ શાત્ઝીને બહાર ફરવું ખુબ ગમે છે. ખાસ કરીને કારમાં ને સ્કૂટર પર. હા, શાત્ઝી મારા એકટીવા પર આગળ ખુબ આરામથી બેસીને સફરનો આનંદ માણે છે. તેને બોલથી રમવું ખુબ પસંદ છે. ભાવનગરના ગધેડીયા ફિલ્ડ તરીકે ઓળખાતા મેદાનમાં જ્યારે લઇ જઈએ ત્યારે ત્યાં ક્રિકેટ રમતા લોકોને ફિલ્ડીંગમાં વણજોઈતી મદદ પૂરી પાડે જ છે. 🙂 તેને ગળપણ ખૂબ ભાવે છે. (જોકે તબિયતને ધ્યાનમાં રાખતા ખાસ ગળ્યું તેને અપાતું નથી.) ઉપરાંત તેને ખારી શીંગ પણ ભાવે છે. સૌથી વધુ તેને ગમે છે સારા (મારી ગોલ્ડન રીટ્રીવર શ્વાન) સાથે રમવું. બન્ને સાથે મળી ખૂબ તોફાન કરે છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ સારાને બોલાવે ત્યારે “હું રહી ગઈ” કહેવા માગતી હોય તેમ ભસી ભસીને ઘર ગજવે છે.

Advertisements

7 responses to “શાત્ઝી

  1. બે દિવસ પહેલાં પૂનમ બહેન શાત્ઝીને લઈને આવેલા. અને બાળકો સાથે દોડા-દોદી કરીને દડો પકડવાની રમત ખૂબ ઉત્સાહપૂર્વક રમેલી. તેનો વીડિયો ઉતારેલ છે આપ સંમતી આપો તો નેટ ઉપર મુકું. સહુને બાળકો અને શાત્ઝીની દોડાદોડી માણવી ગમે તેવી પળો તેમાં કંડારી શકાઈ છે.

    • સંમતિ ન આપવાનો તો સવાલ જ નથી. ચોક્કસ મુકો. ને હું પણ તમારી એ પોસ્ટની લીંક મારા બ્લોગમાં મુકીશ. પહેલા મને પણ વિડીઓ મુકવાનો વિચાર આવ્યો હતો પણ કઈ કલીપ મુકવી તે નક્કી ન કરી શકાયું ને યુ ટ્યુબ પર મુકવાની આળસ પણ ખરી. 🙂

  2. અને હા, તમને કદાચ ખબર નહીં હોય પણ બાળકોની થોડીક ગફલતને લીધે શાત્ઝી બહાર ભાગી ગઈ હતી. મહા-મહેનતે પૂનમ બહેન તેમને બાજુના ફ્લેટમાં બીજે માળેથી શોધી લાવ્યાં. ટુંકમાં શ્વાન સાચવવા સહેલાં નથી હો!

  3. આ લેખ વાંચી મારા મિત્રને મળવાની ઇચ્છા તો હતી જ અબે હવે ઔર વધી ગઇ…
    કદાચ વિડીયો મુકશો ત્યારે એ જોઇને તો કદાચ સીધો તમારા ઘરે જ દોડી આવીશ(કદાચ તમને કહેવાની તસ્દી પણ નહિં લઉં 🙂 ) 😛

  4. પિંગબેક: શાત્ઝી, બાળકો અને હુતુતુતુ | "મધુવન"

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s