તમારા મોબાઈલ નંબરને તમારી જન્મતારીખ સાથે સંબંધ છે..

તમારા મોબાઈલ નંબરને તમારી જન્મતારીખ સાથે સંબંધ છે..

નથી માનવામાં આવતું? આ કરી જુઓ..

 • તમારા મોબાઈલ નંબરના આખરી ચાર આંકડા કાગળ ઉપર લખો.

 • એ આંકડાઓને આગળપાછળ (shuffle ) કરી કોઈપણ નવો આંકડો બનાવો.

 • હવે આ બન્નેમાં, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો.

 • જે જવાબ આવ્યો એના બધા અંકો નો સરવાળો કરી લો. જો આ સરવાળો એક કરતા વધુ અંકોમાં આવે તો ફરીવાર તેના પણ બધા અંકો નો સરવાળો કરી લો. (એ રીતે છેલ્લે એક અંક બચે ત્યાં સુધી સરવાળો કરવાનો છે.)

 • આ સરવાળાનાં અંકમાં ૧૬ ઉમેરો અને જે જવાબ આવે તેમાં તમારી જન્મતારીખનાં છેલ્લા બે અંક ઉમેરો.

 • હવે જે જવાબ આવ્યો એમાંથી ૨૫ બાદ કરો.

 • જે મળ્યું એ તમારી જન્મતારીખનું વર્ષ છે?

આ કેમ બન્યું? એ કહીને હું તમારી બુદ્ધિનું અપમાન નહિ કરું..

Advertisements

11 responses to “તમારા મોબાઈલ નંબરને તમારી જન્મતારીખ સાથે સંબંધ છે..

 1. તમારા પ્લોટ/ફ્લેટ/મકાન/શેરી/બંગલા/ચાલી વગેર વગેરે નંબરને તમારી જન્મતારીખ સાથે સંબંધ છે –
  નથી માનવામાં આવતુ? તો આ જ પ્રયોગ આમાંથી કોઈ પણ એક ના ચાર આંકડા લઈને ફરી વખત કરી જુઓ. અને હા, જો ચારથી ઓછા આંકડાના નંબર હોય તો તેમાં ખૂટતા કોઈ પણ આંકડા ઉમેરીને જુઓ ચમત્કાર…

  આવું શા માટે થયું – તમે સમજી જ ગયા હશો.

  • આભાર, મૂળભૂત રીતે એ એક ટ્રીક જ છે..જે કોઈપણ ચાર અંકોની સંખ્યા સાથે થઇ શકે. મારો હેતુ જાદુ દેખાડવાનો કે બધાને આંજી દેવાનો હરગીઝ નથી. માત્ર રોજીંદા જીવનમાં લાગુ પડતી ગણિત ગમ્મત માણવાનો જ છે. બાકી તો કોઈપણ જોઈ શકે તેવી સ્પષ્ટ ને સરળ ટ્રીક છે.

 2. શ્રી અતુલભાઈએ કહ્યું તેમ આમાં મોબાઈલ નંબરની બદલે કોઈપણ આંકડો લઈને જન્માંતારીખનું વર્ષ મેળવી શકાય છે. આમાં ગણતરી તો એક ની એક જ રહેતી હોય છે, માત્ર તેને પ્રભાવશાળી બનાવવા થોડી વધારાની ગણતરી ઉમેરાય છે, જે અંતે એક નો એક જવાબ લાવી બતાવે છે. આવી જ એક ગણતરી આ રહી:

  • તમારા મોબાઈલના છેલ્લા (અથવા બીજા ગમે તે બે અંકો ની સંખ્યા) લખો.
  • તેને બમણી કરો.
  • તેમાં ૫ ઉમેરો.
  • જવાબને ૫૦ વડે ગુણો.
  • તે ગુણાકારમાં ૧૪૬૦ ઉમેરો.
  • જે જવાબ આવે તેમાંથી તમારા જન્મ નાં વર્ષની સંખ્યા બાદ કરો. (દા.ત.૧૯૭૩)
  • આના જવાબમાં મળતી સંખ્યા નાં છેલ્લા બે અંકો તમારી ઉંમર દર્શાવશે.
 3. તમારી ગણીત ગીમિક્સ ગમી બીજી મૂકજો.

 4. શ્રી જયભાઈ, ( કનકવો)

  સુંદર માહિતી શોધી લાવો છે. ક્યારેક ગણિત ગમ્મત તો ક્યારેક

  પરદેશનું જાણવા જેવું. ખુબ સુંદર સંશોધન વૃતિ ધરાવો છો.

  અભિનંદન.

 5. આ તો ખરેખર બુદ્ધીનું પ્રદશઁન છે..

 6. Its really a nice trick …..but your idea of connecting the mobile number to this trick was too good…. Enjoyed….Really……. 🙂

 7. મારા મોબાઈલ નંબર ના છેલ્લા ચાર અંક ૯૯૯૯ છે. તેમાં આ ગણતરી કરી બતાવો.

  પ્રવીણ શાહ

  • નંબર આગળ પાછળ કરીને નવો નંબર બનાવવાનું કહ્યું છે. ૯૯૯૯ ને આગળ પાછળ કરીને “નવો નંબર બનાવી ને” બન્ને રકમ નો તફાવત ગણી શકો તો આ ટ્રીક કામ કરશે જ.. 🙂
   સીરીયસલી, દરેક નંબર ટ્રીક ને પૂર્વશરતો અને મર્યાદાઓ હોય જ છે જેનું પાલન કરવું જ રહ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s