ઇનોવેટીવ આઈડીયાઝ – રીડીંગ રૂમ ફર્નીચર

વાંચવાનો કેવોક શોખ છે તમને? મને તો વાંચ્યા કરવું બહુ ગમે. નાનો હતો ત્યારે ઘરની એક નાની રૂમ (અગાશી ની દાદર રૂમ)માં ટેબલ ખુરશી ને કબાટ ગોઠવી રીડીંગ રૂમ બનાવ્યો હતો. ત્યાં પંખો ય નહોતો પણ ગરમી માં બફાતા પણ વાંચવાનો શોખ તો માણતો. એવું નહોતું કે ઘરમાં આરામદાયક જગ્યાઓ નહોતી, પણ ખાસ રીડીંગ રૂમનો શોખ એવો હતો.

આજે નેટ પર જોવા મળ્યું આ ખાસ વાચન માટે નું ફર્નીચર, જેમાં ખુરશી, ટેબલ અને લેમ્પ સુદ્ધામાં પુસ્તકો મુકવાની જગ્યાઓ મળી રહે છે. આરામદાયક હોવા ઉપરાંત એ પુસ્તકો ને હાથવગા રાખવામાં પણ મદદ કરે છે. ખુરશી નીચે તમે જે પુસ્તકો હાથવગા રાખવા માગતા હો તે રાખો, હાલ માં જે પુસ્તકો વાચો છો તેને લેમ્પ સાચવશે. ટેબલ નીચે પણ તમે પુસ્તકો સારી રીતે ગોઠવી શકો છો.વળી, તમે પુસ્તકો ને કબાટમાં પૂરી રાખવાના બદલે, લોકો જોઈ શકે તેમ ડિસ્પ્લે કરી તમારો પુસ્તકપ્રેમ અને કલેક્શન જાહેર કરી શકો છો.

જુઓ કેટલાક ચિત્રો..

આ ફર્નીચર ની ડીઝાઈન નેધરલેંડ નાં Remi van Oers દ્વારા બનાવવામાં આવી છે. વેબસાઈટ મને લાગે છે ત્યાં સુધી ડચ ભાષામાં છે. આ પોસ્ટ આ બ્લોગ ઉપર મુકાયેલી  છે: મેં બ્લોગ મિત્રો માણી શકે તે માટે અહી મૂકી છે.

Advertisements

7 responses to “ઇનોવેટીવ આઈડીયાઝ – રીડીંગ રૂમ ફર્નીચર

 1. અમારી તકલીફ એવી છે કે ઘરમાં જ્યાં જોઈએ ત્યા પુસ્તક જ પુસ્તક. ક્યારેક તો કવિતા કંટાળી જાય છે કે આ ઘરમાં એકલા ચોપડા જ ભર્યા છે. અને હા, એ.પી.જે. અબ્દુલ કલામના પુસ્તકો વાંચી લીધા હોય તો પરત કરશો – કારણ કે એક વખત પુસ્તકો ઘરની બહાર જાય પછી પાછા મેળવવા બહુ અઘરા પડે છે.

  હવે કવિતા અને બાળકોના સંગીતના અને મુવી જોવાના શોખને લીધે ચારે બાજુ CD જોવા મળે છે. અને ક્યારેક હું કહી બેસુ છું કે આ ઘરમાં તો ચારે બાજુ CD જ CD છે. અલબત પુસ્તકો અને CD બંને આનંદદાયક છે જો તેનો યથાર્થ ઉપયોગ કરતાં આવડે તો – નહીં તો બંને બોજારૂપ છે.

 2. દોસ્ત,
  http://www.core77.com/ જઇ આવો. એકથી એક એવી ડીઝાઈન બનાવી છે કે કદાચ આ ખુરશીનેય ભૂલી જાવ!

  • મુર્તઝાભાઈ,
   આપને મારા બ્લોગ પર જોઇને આનંદ થયો ગુરુ. તમે દર્શાવેલી website ની હજી તો ઝલક જ જોઈ. પણ કહેવું પડે, મસ્ત છે. પણ હું બ્લોગ પર એટલે જ છું કે અહી ખુબ નવું શીખવા ને જાણવા મળે છે. મારી પોસ્ટ નાં બહાને મને કૈક શીખવા મળ્યું. thank you .

 3. ભાઈ આટલા સુંદર વિચાર અને એટલી સારી વિચાર સામગ્રી જાણવા મળી તે બદલ અભાર . તમારી જ્ઞાન સફર ખુબ આગળ વધે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s