રમૂજો..(2)

જૂની રમૂજોનો બીજો હપ્તો..

 • એક ધાર્મિક સંસ્થા દ્વારા ચાલતી શાળામાં, બાળકો માટે એક ટોપલીમાં સફરજન રાખેલા હતા અને ત્યાં લખ્યું હતું, “એકથી વધારે ન લેશો, ઈશ્વર જૂએ છે.” થોડે જ દૂર એક વાસણમાં ચોકલેટ્સ હતી ને ત્યાં એક બાળકે લખી નાખ્યું હતું, “લેવી હોય તેટલી લો. ઈશ્વરનું ધ્યાન સફરજનની ટોપલી ઉપર છે.”

 • લશ્કરના જનરલને એક સૈનિક વિચિત્ર વર્તન કરતો દેખાયો. એ દરેક કાગળનો ટૂકડો ઉપાડીને જોતો હતો ને પછી નિરાશ થઈને “આ એ નથી” કહીને ફેંકી દેતો. એક મહીના પછી જનરલે એ સૈનિકને મનોચિકિત્સકને મળવા જણાવ્યું. ડૉક્ટરે અને તપાસીને નક્કી કર્યું કે એ માનસિક રોગી છે ને એને લશ્કરમાંથી છૂટો કરવાની ભલામણનો કાગળ લખ્યો. સૈનિકે એ હાથમાં લીધો અને ખુશ થઈને બોલ્યો, “આ રહ્યો એ.”

 • એક દંપતિ મોડી રાતે ઘરે જતાં, શોર્ટકટ લેવા માટે કબ્રસ્તાન બાજૂથી જતું હતું. એવામાં કંઈક અવાજ સાંભળતા બન્ને ડરી ગયા. ધ્યાનથી જોતા જણાયું કે એક વૃદ્ધ માણસ કબરના પથ્થર પર છીણીથી કંઈક કોતરતો હતો. પુરુષે નિરાંતનો શ્વાસ લેતા એને કહ્યું, “તમે તો અમને ડરાવી જ દીધા. પણ અડધી રાતે તમે અહીં આ શુ કરો છો?” પેલા વૃદ્ધે જવાબ આપ્યો, “આ મૂર્ખોએ કબર પર મારા નામનો સ્પેલીંગ ખોટો લખ્યો છે તે સુધારું છું.”

 • બે રેશમના કીડાઓએ રેસ લગાવી. એનું પરિણામ શું આવ્યું ખબર છે?

  “ટાઈ”!!

 • એક ખેતરનું સુંદર દ્રશ્ય જોઈને કલાકારને ચિત્ર દોરવાનું મન થઈ ગયું અને એણે ખેતરની વચમાં ઘોડી ગોઠવી ને ચિત્રકામ શરૂ કર્યું. એવામાં ખેડૂત આવતાં એણે એની પરવાનગી માગતા પૂછ્યું, “હું તમને નડીશ તો નહિ ને?” ખેડૂતનો જવાબ:”ના રે ના. આમેય હું એક ચાડીયો ઉભો કરવાનો જ હતો.”

 • ચામાચિડીયાના એક ટોળામાં બધા જ ચામાચિડીયા ઉંધા લટકતા હતા. માત્ર એક સીધું બેઠું હતું. આથી ટોળાના સરદારને ચિંતા થઈ. એણે એને પૂછ્યું કે કંઈ મુશ્કેલી તો નથી? પેલાએ કહયું, “ના. આ તો હું ‘યોગા’ કરું છું.”

 • રેસ્ટોરંટમાં વેઈટરનું ધ્યાન દોરવાના કેટલાય પ્રયત્નો પછી કંટાળીને એક ગ્રાહકે બૂમ મારી. “મારે એક ચા જોઈએ.” વેઈટર ખિજાઈને આવ્યો અને બોલ્યો, “બૂમો પાડવાની જરૂર નથી. હું બહેરો લાગું છું?” ગ્રાહકે ખરાબ વર્તન બદલ માફી માગી. વેઈટર કહે, “કંઈ વાંધો નહિ. તમે  કેટલી કોફી માગી?”

 • પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, “પ્રિયે, કહે, કે તારા જીવનનો પહેલો પુરુષ હું જ છું?”
  પ્રેમિકા ધારીને જોઈ રહી અને બોલી, “શક્ય છે, તારો ચહેરો જાણીતો લાગે છે.”

Advertisements

8 responses to “રમૂજો..(2)

 1. Enjoyed the jokes.
  Thanks for sharing .
  Ramesh Patel(Aakashdeep)

 2. જે રમૂજ બીજી વાર વાંચીએ તે જુની કહેવાય. મને તો આ રમૂજો નવી જ લાગી.
  અને હા, કેટલીક રમૂજો એટલી બધી રમૂજી હોય છે કે તે કદી જુની થતી નથી.
  બસ આમ જ રમૂજ ફેલાવતાં રહો 🙂

 3. શ્રી જયભાઈ, ( કનકવો )

  ખુબ જ સુંદર અને મજાની એકદમ નવીન રમુજો મૂકી છે.

  મઝા….મઝા…મઝા.. આવી ગઈ.

 4. નિર્દોષ હાસ્ય….મસ્ત છે..મજા આવી ગઈ….
  પણ જયભાઈ પેલી ચોકલેટનું શું થયું એ તો કહો???? બાકી વધી હોય તો બ્લોગમિત્રો સાથે વહેંચો….

  • ચોકલેટ માટે સોરી યશભાઈ, તમે આવ્યા એ પહેલા જ પૂરી કરી નાખી’તી. પણ બીજી વખત રાખવાનું પ્રોમિસ બસ? બાકી બ્લોગ મિત્રો માટે રોજ નવી પોસ્ટની ચોકલેટ્સ તો છે જ. આવતા રહેજો ને ઉત્સાહ આપતા રહેજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s