ઝેબ્રા ક્રોસીંગ્સ

અવનવા “ઝેબ્રા” ક્રોસીંગ્સ

રસ્તો ક્રોસ કરવા માટે ચાર રસ્તા આગળ દોરવામાં આવેલ ચટ્ટાપટ્ટા કે જેને આપણે ઝેબ્રાક્રોસીંગ કહીએ છીએ તે આમ તો સીધા સાદા પટ્ટા જ હોય છે – પણ બધે નહિ. અનેક જગ્યાઓએ તેની ડીઝાઈન વૈવિધ્યસભર હોય છે. એનો હેતુ જાહેરાત અથવા સુશોભનનો હોય છે. માણો એવી કેટલીક ડીઝાઈન્સ.

પિયાનો ક્રોસીંગ

ઓસ્ટ્રીયાના શાલ્ઝબર્ગ શહેરની શાલ્ઝબર્ગ સ્કુલ ઓફ મ્યૂઝિકની જાહેરાત માટે ક્રોસીંગને પિયાનોની કી ના આકારમાં ચિતરાયા છે, એટલું જ નહિ, ત્યાં ટ્રાફીક સીગ્નલની સાથે સેન્સર પણ મૂકેલા છે જેના દ્વારા જ્યારે લોકો રસ્તો ક્રોસ કરે ત્યારે પિયાનોનું સંગીત પણ વાગે છે.

કોમ્બક્રોસીંગ

હેરકટીંગ સલૂનની જાહેરાત માટે નજીકના ચારરસ્તાના ક્રોસીંગને દાંતીયાના આકારમાં ચિતર્યું છે.

બાર કોડ ક્રોસીંગ

બ્રાઝીલના એક મોલની જાહેરાત માટે ક્રોસીંગને બારકોડ જેવું સ્વરૂપ આપાયું છે.

એડ્રીયાનો ડીઝાઈન

ઈટાલીના એડ્રીયાનો નામના આર્કીટેક્ટ ભાઈઓએ પોતાના ડીઝાઈન પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવા માટે આવા વિવિધ ડીઝાઈનના ક્રોસીંગ બનાવ્યા છે.

ઝેબ્રા ક્રોસીંગ

ખરેખર ઝેબ્રાના શરીર પરના ચટ્ટાપટ્ટા જેવી ડીઝાઈનનું આ ક્રોસીંગ મુંબઈમાં દક્ષિણ આફ્રિકા ટુરીઝમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

મી.ક્લીન ક્રોસીંગ

જર્મનીની કંપની મી.ક્લીન દ્વારા પોતાના ક્લીનીંગ મટીરીયલના માર્કેટીંગ માટે બનાવાયેલી ડીઝાઈન. સંદેશો તો “clean” છે જ.

રોડ્સવર્થની ડીઝાઈન્સ

કેનેડાના શેરી અને રસ્તા પર ચિત્રો કરનાર કલાકાર પી.ગીબ્સન કે જે રોડ્સવર્થના નામે જાણીતો છે, તેના દ્વારા બનાવાયેલી ડીઝાઈન્સ.

Advertisements

6 responses to “ઝેબ્રા ક્રોસીંગ્સ

 1. સરસ ચિત્રો.

  સ્ત્રોત આપી શકાયો હોત તો વધુ મજા આવત.

 2. હમણા જ મારા મેઈલ ચેક કરતાં શ્રી વિનયભાઈ ખત્રીનો એક મેઈલ જોવામાં આવ્યો. તેમણે આ લેખ પરની કોમેન્ટ (કદાચ એપ્રુવ ન થાય તે ડરથી?) ઈમેઈલમાં મોકલી છે. આ મુજબ..

  પ્રિય જયભાઈ,
  નૂતન વર્ષાભિનંદન!
  દેશ-વિદેશના પ્રવાસ કરીને સારા ફોટા પાડી લાવ્યા છો! અભિનંદન.
  વિનય ખત્રી
  આ સાથે વિનયભાઈને નૂતનવર્ષાભિનંદન સહ એમનો આભાર માનતા જણાવું છું કે વિચારભેદના લીધે હું કોઈ પૂર્વગ્રહ રાખીને નથી બેઠો. વીતેલું વર્ષ ભૂતકાળ છે. આપ સીધી મારા બ્લોગ પર કોમેન્ટ્સ કરી જ શકો છો. આપના જેવા મહારથીઓ મારા બ્લોગ પર આવે અને કોમેન્ટ્સ આપે એથી સગર્વ આનંદ અનુભવું છું. અને ઈન્ટરનેટ નો પણ આભાર છે કે સમગ્ર વિશ્વનો પ્રવાસ ક્યાંય ગયા વગર થઈ શકે છે.
  આભાર
  જય

 3. ખુબ સરસ માહિતિ પીરસી હો જયભાઇ…

 4. નવી જ માહિતી જાણવા મળી. સુંદર ફોટોગ્રાફ્સ સાથે માહિત.

  આભાર !

  http://das.desais.net

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s