સૌથી મોટી પેન્સીલ

નીચે આપેલો ફોટોગ્રાફ વિશ્વની સૌથી મોટી પેન્સીલનો છે. આ પેન્સીલ જાણીતી જર્મન કંપની ફેબર-કાસ્ટેલ  (Faber-Castell) દ્વારા બનાવવામાં આવી છે, અને કંપનીની મલેશીયામાં કુઆલાલમ્પુર પાસે આવેલી ઓફીસની બહાર મૂકવામાં આવી છે.

આ પેન્સીલની ઉંચાઈ લગભગ 65 ફીટ છે. તે મલેશીયાના જ લાકડામાંથી બનાવાઈ છે. પહેલા અડધી પેન્સીલ તૈયાર થયા પછી તેની અંદર જર્મન પોલીમરની બનેલી અણી (lead) મૂકવામાં આવી અને ત્યાર પછી બાકીની પેન્સીલ પૂરી કરવામાં આવી. આ પેન્સીલ બનાવવામાં લગભગ 7000 માનવ કલાકો લાગ્યા હતા અને ઈ.સ. 2000માં બનાવવાનું  શરૂ કર્યા પછી બે વર્ષે ઈ.સ. 2002માં તે પીરી કરી શકાઈ હતી. આ પેન્સીલને ગિનેસ બુકમાં વિશ્વની સૌથા મોટી પેન્સીલ તરીકે સ્થાન મળ્યું છે. આ પહેલા સૌથી મોટી પેન્સીલ તરીકે ફેબર-કાસ્ટલની જ પેન્સીલ “lerge grip” સૌથી મોટી ગણાતી હતી. તેનો ફોટો પણ નીચે જૂઓ. આ પેન્સીલ લગભગ 12 મીટર લાંબી છે અને 600 કિલો વજન ધરાવે છે. તેની અંદર સામાન્ય પેન્સીલમાં હોય છે તેવી ગ્રેફાઈટની જ 12 સેન્ટીમીટર જાડી અણી  બેસાડેલી છે.

 

Advertisements

10 responses to “સૌથી મોટી પેન્સીલ

 1. શ્રી જયભાઈ, ( કનકવો )

  ખુબ સારી માહિતી ભંડારના સ્વામી છો.

  હરેક વખતે નવી અલભ્ય માહિતી પીરસવા બદલ ધન્યવાદ.

 2. જયભાઈ,

  આપણા બ્લોગ પર ક્યારેક જ મૂલાકાત થયેલ પરંતુ આજે ફ્રિ મૂલાકાત લેતા એટલું ટો થયું કે નિયમિત બ્લોગની મૂલાકાત લેવી જોઈએ.
  સુંદર માહિતી મૂકવા બદલ આભાર !

  અશોકકુમાર-‘દાસ’

  http://das.desais.net

  • શ્રી અશોકભાઈ,
   આપનો આભાર. કશાક અગમ્ય કારણોસર આપની કોમેન્ટ્સ સ્પામમાં જતી રહી હતી અને મારું ધ્યાન ન ગયું તેથી એપ્રુવ કરવામાં મોડું થયું છે. ક્ષમાપ્રાર્થી છું.
   આવતા રહેશો અને ગમ્યું-ન ગમ્યું જણાવતા રહેશો.
   જય

 3. સરસ વાત જાણવા મળી. પણ આટલી મોટીપેન્સીલથી કેવી રીતે લખી શકાશે? કુદરતે પણ પહેલાં મોટા મોટા પ્રાણીઓ બનાવેલા પણ તેમને ટકાવવા બહુ અઘરા હોવાથી પછી તેઓ લૂપ્ત થઈ ગયા. સંગ્રહસ્થાનમાં મુકવા માટે આવી પેન્સીલો ઉપયોગી ગણાય બાકી વ્યવહારમાં ઉપયોગ માટે તો આપણી સામાન્ય કદની પેન્સીલો જ ઉપયોગી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s