એક અતિ પ્રાચિન અને અત્યંત રસપ્રદ પઝલ/રમત

સહુને નવા વર્ષના અભિનંદન. રજાઓ કેવી રહી? મારે તો હજી બે દિવસની રજા છે. એ રજાઓના કારણે જ આ પોસ્ટનો ટોપીક મળ્યો. વાત એમ છે કે નવરા નવરા કરવું શું? સમય પસાર કરવા માટે કંઈક રચનાત્મક પ્રવૃત્તિ વિષે વિચારતા “તાનગ્રામ” યાદ આવી ગયું. બાળપણમાં “બુલબુલ”માં એના અંગે વાંચ્યુ’તું. તાનગ્રામ એ એક ખૂબ પ્રાચિન પઝલ/ગેઈમ છે. મુળ સદીઓ જૂની આ પઝલ ની શોધ ચીનમાં સદીઓ પહેલા થઈ હશે. કેટલાક તો એવું પણ માને છે કે આ રમત આશરે 4000 વર્ષ પહેલાં શોધાઈ હશે. પુસ્તકોમાં એનો પ્રથમ ઉલ્લેખ 19મી સદીની શરીઆતમાં જોવા મળે છે. પ્રથમ નજરે બાળકોના મનોરંજન માત્રની, અત્યંત સામાન્ય લાગતી આ પઝલ પર હાથ અજમાવતા ખબર પડે કે એ જેટલી દેખાય છે એટલી સાદી કે સરળ રમત નથી. આ રમતમાં એક મોટા ચોરસના સાત ટૂકડા કરેલા હોય છે, જેમાંથી પાંચ નાનામોટા ત્રિકોણ, એક ચોરસ અને એક સક્કરપારા જેવો(rhomboid) આકાર બને છે. આ સાત આકારને જૂદી જૂદી રીતે સાથે ગોઠવીને અવનવા આકાર બનાવવા એટલે તાનગ્રામની રમત. ખૂબ જાણીતી Jigsaw પઝલ્સ ની જેમ જ આકારો ગોઠવાય છે પણ જીગ-સો કરતાં અલગ, અહીં ટૂકડાઓની જૂદીજૂદી ગોઠવણી વડે અહીં નવા નવા આકાર બનાવવાના છે. એના નિયમો સાદા અને સરળ છે.

 • કોઈપણ આકાર બનાવવા માટે સાતે ય ટૂકડાનો ઉપયાગ કરવો ફરજીયાત છે.
 • સાતેય ટૂકડા એક જ સપાટી પર ગોઠવવાના છે.
 • દરેક ટૂકડો ઓછામાં ઓછા એક અન્ય ટૂકડાને સ્પર્શવો જોઈએ.
 • ટૂકડા એકમેકની ઉપર નથી ગોઠવવાના. (No Overlapping)

આ સરળ લાગતા નિયમો જ કામને અઘરું બનાવે છે. પણ માત્ર સમય પસાર કરવો હોય ત્યારે નિયમોને તોડવાની યે મજા છે. તાનગ્રામ બનાવવાનું સરળ છે અને ખર્ચ નહિવત્ છે. નીચે મુજબ એક ચોરસ કાર્ડબોર્ડ ને કાપીને સાત ટૂકડા બનાવો (એને રંગ્યા હોય તો પઝલ રંગબેરંગી લાગશે) અને હો જાઓ શુરુ.. ટૂકડા કાપવા માટે કાતર કરતાં ધારદાર કટર વાપરશો તો ટૂકડા વધુ પરફેક્ટ બનશે.

તાનગ્રામ વડે બનતી કેટલીક આકૃતિઓ અહીં મૂકી છે. એમાંથી કેટલી તમે બનાવી શક્શો? વધુ આકૃતિઓ જાતે બનાવવાની પણ મજા આવશે.

તાનગ્રામ અંગે એક મજાની સાઈટ આ રહી.. tangrams.ca
આ સાઈટ પર તાનગ્રામ અંગે રસપ્રદ માહિતી ઉપરાંત મજાની પઝલ્સ અને કમ્પ્યુટર પર તાનગ્રામ ડાઉનલોડ કરવા લીંક્સ પણ છે.

ફરીવાર…કોમેન્ટ્સ પ્લીઝ.

Advertisements

5 responses to “એક અતિ પ્રાચિન અને અત્યંત રસપ્રદ પઝલ/રમત

 1. સરસ પોસ્ટ, ચીનના પ્રાચીન વારસા માંથી ઘણી રમતો ને પઝલ મળી છે જે હજી પણ એટલીજ લોકો ને રમવી ગમે છે. “ગો” નામની પ્રાચીન ચાઈનીસ બોર્ડ ગેમ આવીજ એક લોકપ્રિય રમતો માંની એક , જે હજી હું શીખી રહ્યો છુ. ખેર,જુદી જુદી બોર્ડ ગેમ ને પઝલ્સ રમવી મારી પણ મનગમતી પ્રવૃત્તિ !

 2. હવે હંસ: જો આ પોસ્ટ જોઈ જશે તો કાતર લઈને મંડી પડશે. હું તો કહીશ કે જા જયકાકા ના કોમ્પ્યુટર ઉપર રમવા જ પહોંચી જા.

  • એને મંડી પડવા દો. એ રમત માટે એને એક પૂંઠું અને કાતર આપો અને કહો કે આમાંથી કેટલી ડીઝાઈન બને જોઉં? અથવા એને ઓનલાઈન રમવા દેવો હોય તો આ રહી લીંક..
   તાનગ્રામ હાઉસ
   તમેય ટ્રાય કરજો મજા આવે એવું છે.

   • એને ઓનલાઈન રમવા દેવામાં તકલીફ તે છે કે તે એનું જુનું કોમ્પ્યુટર ચલાવવાને બદલે મારું કોમ્પ્યુટર જપ્ત કરી લેશે. અને હજુ મેં કાઈ નિવૃત્તિ નથી લઈ લીધી હો ભાઈશાબ મારે હજુ ઘર-સંસાર ચલાવવા માટે કામ કરવું પડે તેમ છે. તમે કહેતાં હો તો તમારે ત્યાં મોકલુ. અત્યારે તો વેકેશન છે એટલે ઠીક છે પણ પછી તેને પાછો વાળવો મુશ્કેલ. અને તેને શું રમવા દેવો તે માટે તો તેની મમ્મીને પણ પુછવું પડે હો.. તમને તો ખબર છે ને પછી તમારી ભાભી મારો ઉધડો લઈ નાખશે કે બાળકોને દોડા-દોડી અને પકડા-પકડીની રમત રમાડવાને બદલે કોમ્પ્યુટરના રવા ડે ક્યાં ચડાવો છો? પછી મારે કાન પકડીને “સોરી” “સોરી” કહેવું પડશે તેના કરતાં તેને પૂંઠુ અને કાતર જ આપી દઉ એ જ વધારે સારું રહેશે.

   • ઓહ એ મુશ્કેલી છે ખરી. પણ તો એને હેલીઓસ માં રમવા મોકલી શકો છો. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s