કહેવતો અને ઉદગારો

“કનકવો”ના વાચકોને દિપાવલીની ખોબલે ખોબલે શુભેચ્છાઓ.

બાળકોની ફની ક્રીએટીવીટી પછી હવે માણીએ કેટલીક કહેવતો અને ક્વોટેશન્સ..કેટલાંક મજેદાર અને કેટલાંક ગંભીર, કેટલાંક જાણીતી હસ્તીઓ દ્વારા બોલાયેલાં, કેટલાંક અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા..

કેવા લાગ્યાં તે જણાવજો..

  • ગેરહાજર વ્યક્તિ હંમેશા ખોટો હોય છે.
    (અંગ્રેજી કહેવત)

  • જ્યાં સુધી તમે નવી નવી ભૂલો કરો ત્યાં સુધી તમે કહી શકો કે તમે પ્રગતિ કરો છો.
    (અજ્ઞાત)

  • બીજાઓની બાબતમાં ન્યાય તોળવાનું સહુને ગમે છે.
    (ઈટાલીયન કહેવત)

  • જે મુશ્કેલીઓ શોધે છે, તે ક્યારેય નિષ્ફળ જતો નથી.
    (અંગ્રેજી કહેવત)

  • જો તમે ઈચ્છતા હો કે લોકો તમને સાંભળે તો બોલો, જો તમે ઈચ્છતા હો કે લોકો તમને જૂએ તો ઉભા થઈ જાઓ. જો તમે ઈચ્છતા હો કે લોકો તમારી કદર કરે, તો મૂંગા રહો.
    (અજ્ઞાત)

  • ત્રણ જણાં એક રહસ્ય ત્યારે જ જાળવી શકે, જ્યારે તેમાંના બે મરી ગયા હોય.
    (બેન્જામીન ફ્રેન્કલીન)

  • જ્યારે ઉંદર બિલાડીની મજાક કરે, ત્યારે જાણજો કે દર નજીકમાં જ હશે.
    (નાઈજીરીયન કહેવત)

  • નવા કાયદાઓ નવી છટકબારીઓને જન્મ આપે છે.
    (જર્મન કહેવત)

  • તમે નશામાં જે બોલ્યા હો, તે બધું જ ભાનમાં હો ત્યારે કરો. એ તમને મોઢું બંધ રાખતા શીખવશે.
    (અર્નેસ્ટ હેમીંગ્વે)

  • દારુમાં કશી ખરાબી નથી, વાંધો તો નશાનો છે.
    (રશીયન કહેવત)

  • જ્યાં સુધીમાં આપણે આપણા માતાપિતાની કદર કરતાં શીખીએ ત્યાં સુધીમાં આપણા બાળકો આપણને અવગણતા થઈ ગયા હોય છે.
    (અજ્ઞાત)

  • આપણે ઘરડા થઈ ગયા એટલે રમવાનું છોડી દેતા નથી. ઉલ્ટું, આપણે રમવાનું છોડી દઈએ એટલે આપણે ઘરડા થઈ જઈએ છીએ.
    (બેન્જામીન ફ્રેન્કલીન)

આવી બીજી અનેક કહેવતો મેં ભેગી કરેલી છે. જો તમને ગમે તો વધારે આપવાનું પ્રોમીસ 🙂

Advertisements

5 responses to “કહેવતો અને ઉદગારો

  1. બસ ત્યારે, મારે તો એક ડગલું બસ થાય..
    એક જણને ગમે એટલે આપનું કામ ચાલ્યું.. 🙂

  2. જય ભાઈ સરસ સંકલન કરી કહેવતો મૂકી છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s