માનો યા ન માનો..

ના..ના..

આ પોસ્ટમાં કંઈ ભૂતપ્રેતની વાત નથી કરવી. વાત તો છે દ્રષ્ટિભ્રમની. ગઈકાલની પોસ્ટમાંના જૂલીયન બિવરના ચિત્રો એનું ઉદાહરણ હતા, જેમાં ચિત્રો ટુ-ડાયમેન્શનલ હોવા છતાં અમૂક ચોક્કસ એંગલે દોર્યા હોવાથી થ્રી-ડાયમેન્શનલ લાગે છે. આ દ્રષ્ટિભ્રમ છે જેમાં મગજ દરેક વસ્તું ને મોટાભાગે થ્રી-ડીમાં જોવા ટેવાયેલું હોવાના લીધે આસાનીથી કોઈપણ ચિત્રને એ રીતે થ્રી-ડીમાં ઢાળી લે છે.

અહીં એક વધુ દ્રષ્ટભ્રમ નું ઉદાહરણ પેશેખિદમત છે, જેમાં મગજ એક ઈમેજથી ટેવાઈ જવાથી થોડીવાર સુધી એની અસરમાંથી બહાર નથી આવી શક્તું અને પરિણામે જ્યાં એ ચિત્ર ન હોય ત્યાં પણ એના દર્શન થાય છે.

મારી પાસે પોસ્ટ કરવા મારા પોતાના સર્જન તો છે નહિ એટલે હું નેટ પર ફરતો રહું છું અને કાંઈપણ માણવાલાયક હોય તો એ અહીં મૂકું છું. ગઈકાલે જૂલીયન બીવરની સાઈટ હાથ લાગ્યા પછી illusions પ્રત્યે આકર્ષણ જાગવાથી થોડું વધુ સર્ચ કર્યું અને મળી આવ્યા પ્રમુખ શ્રી બરાક ઓબામા. (તેમની ભારત મુલાકાતને અનુલક્ષીને થયું કે ચિત્ર પ્રાસંગિક બની રહેશે.) સાઈટનું નામ ચિત્રમાં છે જ. માણવા જેવી સાઈટ છે.

ચિત્રને માણવા માટે તેના કેન્દ્રમાં (જ્યાં લાલ ચોકડી છે) લગભગ 30 સેકન્ડ કે વધુવાર સુધી નજર સ્થિર કરો. શક્ય તેટલી હદે માથાને અને આંખને સ્થિર રાખવા જરૂરી છે. ત્યાર બાદ કોઈપણ કોરી સપાટી (દા.ત. સફેદ ભીંત અથવા કાગળ) અથવા ઈચ્છો તો નીચેના કોરા સફેદ ભાગ પર નજર ઠેરવો. બરાક ઓબામાની મુલાકાત થશે.

 

Advertisements

4 responses to “માનો યા ન માનો..

  1. મેં લગભગ દોઢ મીનીટ જોયું અને પછી નીચેના ખાલી બ્લોક પર જોયું પણ મને ભ્રમણા ન થઈ. શું મારી આંખો ચેક કરાવવી જરૂરી લાગે છે?

    • કદાચ એ સફેદ ભાગ પૂરતો મોટો નથી ને વળી ઓરીજીનલ ચિત્ર તેની ખૂબ નજીક પણ છે. બ્લોગ ડીઝાઈનને કારણે જગ્યા મર્યાદીત રહે છે. શક્ય હોય તો કોરી ભીંત કે કાગળ અજમાવો. ને આંખ 25-30 સેક્ન્ડ માટે જ પણ કેન્દ્રમાં તદ્દન સ્થિર રહે તે જરૂરી છે. કોન્સન્ટ્રેશન ખૂબ મહત્વનું છે. ઉપરાંત ચિત્ર જોઈ લીધા પછી આંખને બંધ કર્યા વગર અને બીજે બધે જોયા વગર તરત જ સફેદભાગ પર લઈ જવી જોઈશે એવું હું ધારું છું. મેં આ અનુભવ્યું છે.

      • પણ after all, its mind game. એટલે આપણા મગજમાં રહેલી અન્ય બાબતો એને અવરોધી શકે. પણ હા, આંખ ચેક કરાવવા જેવું કંઈ જ નથી. 🙂 આખરે તો આંખોનો મુખ્ય ઉપયોગ સત્ય જોવાનો છે, ભ્રમ નહિ. ખરૂં?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s