સાચું છતા ખોટું…(કે સાચું?)

જે કહો તે, પણ છે જક્કાસ!

સોની લેપટોપ.

સોની ના લેપટોપની આ જાહેરાત તો પરિચિત લાગશે. પણ એની વિશેષતા કદાચ બધાને નહિ ખબર હોય. એની speciality  એ છે કે અહીં દેખાતું લેપટોપ અસલી તો નથી જ, પણ મોડેલ પણ નથી. તે છે રસ્તા પર ચાક દ્વારા બનાવેલું માત્ર એક ચિત્ર. પણ એવી સુંદર રીતે બનાવાયું છે કે અસલ લાગે.

ઈંગ્લેન્ડનો જૂલીયન બીવર એ આર્ટની ભાષામાં કહીએ તો, “ટ્રોમ્પે લ’ઓઈલ” કહેવાતી શૈલીમાં રસ્તા ઉપર ચોક દ્વારા બનાવેલા અદભૂત ચિત્રો માટે જાણીતો છે. “ટ્રોમ્પે લ’ઓઈલ” એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે “આંખને છેતરવી”. નામ મુજબ જ આ ચિત્રો અમૂક ખાસ એંગલથી જોઈએ ત્યારે થ્રી-ડાયમેન્શનલ લાગે છે.

આ ચિત્રોમાં તે એનેમોર્ફોસીસ કહેવાતી ટેકનીક વાપરે છે, જેમાં ચિત્રો જોવા માટે અમૂક ખાસ એંગલથી જોવાની જરૂર પડે છે.

જૂલીયનભાઈ એક ફ્રીલાન્સર (પોતાની મરજીપૂર્વક કામ કરતા) આર્ટીસ્ટ છે. તેઓ અનેક કંપનીઓની જાહેરાત માટેના ભીંતચિત્રો અને ઓઈલ પેઈંટીંગ્સ પણ બનાવે છે.તેઓ અનેક દેશોમાં પેઈંટીંગ્સ બનાવી ચૂક્યા છે. તેમણે તેમના ચિત્રોનું એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું છે.

આ રહ્યા થોડા વધુ નમૂનાઓ.. જૂલીયનની વેબસાઈટ પર આવા વધુ ચિત્રો માણવા અહીં ક્લીક કરો.

અહીં દેખાતું પાણી, ગટર, પાઈપ સુદ્ધાં ચિતરેલા છે.

આર્ટીસ્ટ પોતે, પોતાની સાથે..

સરપ્રાઈઝ..

(આર્ટીસ્ટ અંગેની માહિતી વીકીપીડીયા પરથી લીધી છે. જૂલીયનની  સાઈટ ઉપર તો એણે પોતાનું નામ પણ માંડ લખ્યું છે. મેં પહેલા લખ્યું હતું કે એ સાઈટ ઉપર કોપીરાઈટ નો ઉલ્લેખ નથી, પણ પછી શ્રી વિનયભાઈ ખત્રીએ ધ્યાન દોર્યું  અનેજણાયું કે જુલીયન બીવર ની
સાઈટ પર કોપીરાઈટનો સિમ્બોલ છે. આ રીત નો..

છેલ્લે એક પ્રશ્ન..

કેવીક લાગી પોસ્ટ? યાર, કંઈક કોમેન્ટું-બોમેન્ટું લખો તો મને ય ઉત્સાહ ચડે.  ન ગમે તો ધોઈ નાખો, પણ કાંક લખો પ્લીઝ.

Advertisements

7 responses to “સાચું છતા ખોટું…(કે સાચું?)

 1. બહુ સરસ કલાકાર છે. અને કલા પણ બે-નમૂન છે. આજે ઘોઘાસર્કલ માં રંગોળી સ્પર્ધા હતી, સવારે હું અને કવિતા ચાલવા નીકળ્યા ત્યારે ખબર પડી. આસ્થાને પણ ભાગ લેવરાવ્યો હતો. નંબર તો ન જ આવે સ્વાભાવિક છે પણ ભાગ લેવાનો તેનો ઉત્સાહ ગમ્યો. તમે યાદ ન આવ્યા નહીં તો કદાચ તમે સારી રંગોળી કરી શક્યા હોત.

  જેઓ કામ કરે છે તેમને નામની કશી પડી નથી હોતી. તમે અહીં કોપી-પેસ્ટ કરીને આ ચિત્રો મુક્યાં તો જુલિયન ભાઈ તો વાંધો નહીં લે પણ એક-બે વાંધા-વચકા કાઢનારા કદાચ વચમાં કુદી પડે ખરા. તમને ખબર છે અમુક લોકોની દુકાન બીજાની લડાઇ પર જ ચાલતી હોય છે?

 2. ગમ્યું જયભાઈ ગમ્યું…. ઘણુંજ ગમ્યું …. નવી વાત જાણવી કોનેનાં ગમે? અતિસુંદર ચિત્રો ….. સાચેજ થાપ ખાઈ જવાય તેવા છે …

 3. આભારી છું અતુલભાઈ, પારુબહેન અને માધવભાઈ સહુનો, કે આપ સહુ આવ્યા અને એ રીતે મને પ્રોત્સાહન આપ્યું.
  મેં લખેલું કે જુલિયન બીવર ની સાઈટ પર કોપીરાઈટ નો ઉલ્લેખ નથી પણ શ્રી વિનયભાઈ ખત્રીએ ધ્યાન દોર્યું કે ત્યાં કોપીરાઈટ નો ઉલ્લેખ છે જ. સુધારામાં શ્રી વિનયભાઈ નું નામ ઉલ્લેખવાનું રહી ગયેલું (હવે સુધારી લીધું છે) તે બદલ તેમની ક્ષમા ચાહું છું.
  જય

 4. જયભાઇ,સરસ પોસ્ટ (અને આર્ટીસ્ટ પણ)
  કંઇક અલગ જાણવા મળ્યું.

 5. જયભાઇ નવુ જ જાણવા મળ્યું .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s