વય ચાર વર્ષ.. આરોપ અકસ્માતનો!

ચાર વર્ષની વય આમ તો શાળાએ જવા માટે પણ ઓછી ગણાય, પણ

મેનહટન(ન્યુયોર્ક) નાં એક જજનું માનવું છે કે ચાર વર્ષની વય અકસ્માત નો આરોપ લગાવવા માટે પુરતી છે.

ન્યુયોર્કની બાળકી જુલીએટ બ્રીટમેન, તેની માતા અને બીજાઓ પર કલેર નામની સ્ત્રી નાં વકીલો દ્વારા બેદરકારી અને અકસ્માત નો દાવો કરવામાં આવ્યો હતો. કલેરનું કહેવું હતું કે એપ્રિલ ૨૦૦૯ માં જુલીએટ અને અન્ય એક છોકરો ફૂટપાથ પર સાયકલની રેસ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેને ગંભીર ઈજાઓ થઇ હતી. એપછીથી એ જ વર્ષે કલેરનું મૃત્યુ થયું હતું. (જો કે એ અકસ્માત થી કે બીજા કારણે એ મને નથી ખબર.) જુલીએટની ઉંમર ત્યારે ચાર વર્ષ અને થોડા મહિના હતી.

જજ પોલ વૂટનનું કહેવું છે કે ચાર વર્ષની વયનું બાળક “એક વૃદ્ધ સ્ત્રી સાથે સાયકલ અથડાવવાનું જોખમ ન સમજી શકે” તે માની શકાય તેવું નથી અને તેમણે જુલીએટ પર બેદરકારી નો દાવો ન ચલાવવાની માંગણી ફગાવી દીધી હતી.

આપ શું વિચારો છો આ અંગે? પ્રતિભાવ આપજો.

Advertisements

One response to “વય ચાર વર્ષ.. આરોપ અકસ્માતનો!

  1. કોઈ પણ ઉંમરના બાળકો જ્યારે રેસમાં ઉતરે ત્યારે તેના મનમાં રેસ જીતવા સીવાય બીજું કશું હોતું નથી. સામેથી ક્લેર તો શું પણ જો કાર આવતી હોત તો પણ તેને ન દેખાત. બાળકોને અજ્ઞાનથી કે ઈરાદાપૂર્વક જાહેર રસ્તા પર રેસીંગ કરવા દેવાની અનુમતી આપનાર માતાને તો માફ ન કરી શકાય. અને જો બાળક પણ હઠીલું હોય અને માતાનું ન માનતું હોય તો તેને પણ વ્યાજબી સજા થવી જોઈએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s