રમૂજો..

માણીએ થોડી જૂની રમૂજો વર્ષો પછી..

  • એક મકાનમાં ત્રણ બહેનો સાથે રહેતી હતી. ત્રણેયની ઉંમર 92,94 ને 96 વર્ષ. એકવાર 96 વર્ષવાળા બહેને બાથરૂમનું બારણું ખોલ્યું..અને વિચાર કરવા લાગ્યા, “હું અંદર જતી હતી કે બહાર આવતી’તી?” છેવટે એમણે મદદ માટે બૂમ પાડી. એ સાંભળીને 94 વર્ષવાળા બહેન દાદરો ઉતરવા લાગ્યા..ને અડધે પહોંચી વિચારમાં પડ્યા,”હું નીચે જતી’તી કે ઉપર આવતી’તી?” એમણે પણ બૂમ પાડી. 92 વર્ષના બહેન ત્યારે ટેબલ પર ચા પીતાં હતાં. તે બબડ્યાં,”સારું છે કે મને બધું યાદ રહે છે” અને તેમણે ગર્વથી ટેબલ પર ટકોરા માર્યા અને પછી બૂમ પાડી, “કોઈ બારણું ખખડાવે છે એટલે કોણ છે તે જોઈને હું તમને મદદ કરવા આવું છું.”
  • એક ટ્રકડ્રાઈવર ટ્રક લઈને જતો હતો ને રસ્તામાં એક નદી આવી. તેણે ધ્યાનથી જોયું, વિચાર્યું અને ટ્રક પાણીમાં ઉતાર્યો. અડધે પણ નહોતો પહોંચ્યો ત્યાં ટ્રક ડૂબવા માંડ્યો. ડ્રાઈવર તરીને માંડ કિનારે પહોંચ્યો અને બબડ્યો, “મને એ નથી સમજાતું કે ટ્રક ડૂબ્યો કેમ કરીને? પાણી તો માંડ બતકની છાતી સુધી પહોંચતું’તું.”
  • છગને ઓફીસમાં મગનને વાત કરી, “મેં આજે એક ઉદારતા દાખવી. એવી એક વ્યક્તિને 5000 રૂ. આપ્યા કે જે ક્યારેય મને પૈસા પાછા નહિ આપે.”
    મગન:”વાહ, એ તો મોટીરકમ કહેવાય. તારી પત્નીએ તને કંઈ કહ્યું નહિ?”
    છગને જવાબ દીધો,”એણે કહ્યું કે આમાંથી હું નવી સાડી લઈશ.”
  • શુઝની એક દુકાનમાં એક ગ્રાહકને ક્યાંય સુધી ફાંફા મારતો જોઈને દુકાનનો માલિક સેલ્સગર્લ પાસે ગયો અને પૂછ્યું, “પેલા ભાઈ એક કલાકથી શુઝ જૂએ છે. તું એમને મદદ કેમ નથી કરતી?” સેલ્સગર્લ બોલી,”એ વિચિત્ર વાત છે. એ ભાઈ સંગીતકાર છે અને એમને શુઝની એવી જોડી જોઈએ છે જે એક જ સુરમાં ચૂં ચૂં બોલે.”
  • કંપનીએ નવા મેનેજરની નિમણુક કરી. એમણે પહેલે જ દિવસે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું અને ઓફીસમાં આંટે મારવા નીકળ્યા. એક ડીપાર્ટમેન્ટમાં એમણે જોયું કે બધા લોકો કામ કરતા હતા-સિવાય એક યુવાન. એ ખીસ્સામાં હાથ નાખીને ઉભો હતો. મેનેજરને પોતાની સ્ટાઈલનું ઉદાહરણ આપવાની આ સારી તક લાગી. એમણે પેલા યુવાનને પૂછ્યું, “તને મહિને કેટલો પગાર મળે છે?” પેલાને નવાઈ લાગી. એણે જવાબ આપ્યો,”પાંચ હજાર રૂપિયા”. મેનેજરે તરત ખિસ્સામાંથી 5000 રૂ. કાઢીને આપી દીધા અને કહી દીધું, “જતો રહે અહીંથી.” પેલો વધારે નવાઈ પામતો ચાલ્યો ગયો. પછી મેનેજરે ત્યાં ઉભેલા એક ક્લાર્કને પૂછ્યું, “શું નામ હતું એનું?” ક્લાર્ક બોલ્યો, “મને ખબર નથી. એતો અહીં કુરીયર આપવા આવ્યો હતો.”
Advertisements

3 responses to “રમૂજો..

  1. લાગે છે પહેલા જોક પર થી જ ‘ગજની’ મુવિ બની હશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s