હું નહિ બદલું

અમારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટોશન નાનું હતું. લોકલ ગાડી માત્ર બે જ મીનીટ ઉભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલ ગાડીમાં નીકળી જંક્શને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન પર એક નાના શા રાજ્યના ધણી પણ અલ્લાહાબાદ જવા માટે પધાર્યા હતા. પ્લેટફોર્મ પર એમને બેસવા માટે સ્ટેશનમાસ્તરની એકની એક ખુરશી બહાર કાઢવામાં આવી હતી અને દરબાર બરાબર જ્યાં એંજીન આવીને ઉભું રહે ત્યાં જ પ્લેટફોર્મને છેડે બેઠા હતા. આગળ પાછળ હુકમ ઉઠાવવા હજૂરીયાની હાર વિખરાયેલી ઉભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગી અને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરીયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે એટલે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની રહ્યું અને ગાડી પણ આવી ગઈ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઉપડવાની વાત જાહેર કરી. સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાઠળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઉંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઉપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશનમાસ્તરે લીલી ને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઉતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાં તો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરીયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરીયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે. ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે. મારી ધીરજ ખૂટતી હતી. સ્ટોશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઈ ગઈ અને ગાડી પાછી ધીરેથી ઉપડી. મેં દરબારને કહ્યું કે જરા જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે..

ગાડીને જવું હોય તો જાય પણ હું ચાલ નહિ બગાડું.

હું દોડીને ડબ્બામાં ચડી ગયો અને અંદર જઈને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઈને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષીસ આપ્યા અને એના ઉમંગમાં એણએ જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.

(શ્રી કિશનસિંહ ચાવડાની ‘અમાસના તારા’માંથી)

Advertisements

2 responses to “હું નહિ બદલું

 1. શ્રી જયભાઈ,
  સુંદર વાર્તા. દરબારો અને રાજાઓએ ચલ, ઢાળ,અને હાલ ના
  બદલ્યા એટલે તો આપને ગુલામી વેઠવી પડી. અને હાલના દરબારો
  એટલેકે શાસકો ચાલ , ચરિત્ર અને ચહેરો = ટુકમાં કુશાગ્રતા અને
  નિર્ણય શક્તિ, અને પ્રજાપ્રેમ નહી દાખવે તો પરદેશના નહી પણ
  અમલદારશાહી ના ગુલામ છીએ અને બનતા રહીશું.
  અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s