મિત્રતા

પ્રથમ વિશ્વયુદ્ધના સમયની વાત છે.

રણમેદાનમાં બે ગાઢ મિત્રો એવા સૈનિકો લડી રહ્યા હતા. એમાંથી એક સૈનિક બહાદુરીપૂર્વક દુશ્મનો તરફ ધસી ગયો અને ભીષણ લડાઈમાં મરણતોલ ઘાયલ થઈને પડ્યો.

બીજા મિત્રએ આ જોયું અને તે પોતાના મિત્રને બચાવવા તત્પર બન્યો. તેણે પોતાના લેફ્ટેનન્ટને વિનંતી કરી કે પોતે પોતાના મિત્રને બચાવી શકે તે માટે તેને તે જ્યાં ઘાયલ થઈ પડ્યો છે ત્યાં જવાની રજા આપે.

લેફ્ટેનન્ટે કહ્યું. “તું જઈ શકે છે, પરંતુ એનો કાંઈ અર્થ નથી. તારો મિત્ર એટલો ઘાયલ થયો છે કે એ મૃત્યુ પામ્યો હશે અથવા પામશે. તારો જીવ જોખમમાં મૂકાશે.” પણ સૈનિક અડગતાથી ફરી વિનંતી કરી. અંતે લેફ્ટેનન્ટે તેને રજા આપી. તે જીવના જોખમે વરસતી ગોળીઓની સનસનાટીની વચ્ચે થઈને પોતાના મિત્ર પાસે પહોંચ્યો અને પોતાને વાગતી ગોળીઓની પણ પરવા કર્યા વગર પોતાના મિત્રને ખભે ઉંચકીને મહામુશ્કેલીએ પોતાની છાવણીમાં પાછો ફર્યો.

તેના લેફ્ટેનન્ટે તેને ખૂબ ઘાયલ થયેલો અને તેના મિત્રને મૃત્યુ પામેલો જોઈને કહ્યું. “મેં તને ચેતવ્યો હતો ને? મેં તને કહ્યું હતું કે તું ખોટો તારે જીવ જોખમમાં મૂકે છે. તારો પ્રયત્ન વ્યર્થ ગયો. તારો મિત્ર મૃત્યુ જ પામ્યો છે.”

સૈનિકે જવાબ દીધો.”આપની વાત સાચી કે એ મૃત્યુ પામ્યો છે. પણ મારો પ્રયત્ન વ્યર્થ નથી ગયો.”
લેફ્ટેનન્ટે નવાઈ પામી પૂછ્યું, “સાર્થક કેવી રીતે?”

સૈનિકે કહ્યું.”મારો મિત્ર મૃત્યુ પામ્યો છે, પણ હું જ્યારે તેની પાસે પહોંચ્યો ત્યારે તે જીવતો હતો અને હું તેના મોંએ સાંભળી શક્યો કે…”જીમ, મને ખાત્રી હતી કે તું આવશે જ.”

જીવનમાં ઘણી વખત કોઈ કામ કરવા લાયક છે કે કેમ એ તમારી એ કામ પ્રત્યેની દ્રષ્ટિ પર આધાર રાખે છે. આવા વખતે તમારા હ્રદયની વાતને ડર્યા વગર અનુસરો, જેથી તમારે પાછળથી એ કાર્ય ન કરવા બદલ પસ્તાવું ન પડે.

તમારા સારા સમયમાં તમારા મિત્રો તમને ઓળખે છે..અને ખરાબ સમયમાં તમે તમારા મિત્રો ને.

Advertisements

3 responses to “મિત્રતા

 1. “તમારા સારા સમયમાં તમારા મિત્રો તમને ઓળખે છે..અને ખરાબ સમયમાં તમે તમારા મિત્રો ને…”
  એકદમ સાચી વાત…મિત્રતાના પારખા તો આફતે જ થાય…

 2. મિત્ર એટલે જેની સાથે વગર સંકોચે બધી જ વાત કરી શકાય..
  ૧૬ વર્ષે પુત્ર મિત્ર સમાન બની જાય. પત્નિ તો સગાઈના દિવસથી જ અંગત મિત્ર હોય છે..

  મિત્રતા વિશે થોડા મારા વિચારો નીચેની લિન્ક પરથી વાંચી શકશો.
  http://bhajanamrutwani.wordpress.com/2010/07/31/thought-of-the-day-2/

 3. ભાઈશ્રી જય
  મિત્રતા વિષે આપે લખેલ વાત ખૂબ જ ઋદયસ્પર્શી છે.મારાં બ્લોગ ઉપર બે દિવસ પહેલાં મેં એક પોષ્ટ આજ વિષય ઉપર મૂકી છે જરૂર વાંચશો.લીંક નીચે આપી છે.
  http://arvindadalja.wordpress.com/2010/10/22/%e0%aa%b8%e0%ab%81%e0%aa%a6%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e2%80%94%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a3-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b2/
  ચાલો આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s