ઈન્ટરનેટ સભ્યતા – નેટીકેટ્સ

ઈન્ટરનેટ એક વિશ્વસ્તરનું સૌથી વધુ વપરાતું માધ્યમ બની રહ્યું છે. અનેક નવા યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે. પણ જ્યારે અનેક ભાતભાતના લોકો એક માધ્યમ પર ભેગા થાય ત્યારે બીનજરૂરી વાદ વિવાદ અને અનર્થ ટાળવા માટે અમૂક સિમ્પલ નિયમોને અનુસરવાથી આ માધ્યવ વિવાદોના બદલે આનંદદાયક અનુભવ આપનારું બની રહે છે. પ્રસ્તુત છે આવા થોડા બેઝિક નિયમો..(આપણા બ્લોજજગત માટે પણ ઉપયોગી)

 • નવા આવનારા યુઝરને મદદ કરો.
  નેટ કે બ્લોગ પર નવા નવા આવતા યુઝર્સ નેટ કે નેટીકેટ વિષે ખાસ ન પણ જાણતા હો. એમની મજાક કરવા કરતાં એમને મદદ કરો. યાદ રાખો ક્યારેક તમે પણ Newbie હતા. એમની ભૂલોની સજા આપવા કરતાં પહેલા તેમને સમજાવો કે તેઓ શું ભૂલ કરે છે.
 • અન્યોની ભાવના અને લાગણીઓ સમજો, તેમની કદર કરો.
  CAPIPTALs નો ઉપયોગ જરૂર વગર ન કરો. કેપીટલ્સનો અર્થ નેટ પર રાડો પાડવા (shouting)જેવો થાય છે. એના બદલે શક્ય હોય ત્યાં કોઈ વાત પર ભાર આપવા બોલ્ડ અક્ષરો વાપરો.
  તમારી લાગણી વ્યક્ત કરવા યોગ્ય ઈમોટીકોન્સ વાપરો. (I miss that 😦 અને I miss that 😉 બન્નેનો અર્થ અલગ થશે.)
  બીજાઓની સાથે અસંમત થતી વખતે નમ્રતા દાખવો. જો કોઈ સારી બાબત એમણે રજુ કરી હોય તો તેના પ્રત્યે કદર દર્શાવો અને પછી તમારી માન્યતા શી છે તે જણાવો. આમ કરવાથી બિનજરૂરી વિવાદો અટકશે અને વાર્તાલાપ ફળદાયી બનશે. કોઈની જે વાત તમને અપમાનજનક લાગે તે માત્ર શબ્દોની ભૂલ કે ખામી હોઈ શકે અને લખનારનો એવો હેતુ ન પણ હોય.
 • Flaming થી દૂર રહો.
  Flaming એ ખૂબ અપમાનજનક મેસેજ ને કહે છે. કોઈના વિચારો સાથે અસંમતી દર્શાવવા માટે ખૂબ ખરાબ શબ્દોમાં તેનું અપમાન કે મશ્કરી કરવી કે જેથી તે બીજી વાર કાંઈપણ લખવાની હિમ્મત જ ન કરે તે Flaming છે અને તે તમારી છાપ અભિમાની વ્યક્તિ તરીકે ની પાડશે અને અપમાનજનક ભાષા વાપરવાનો અર્થ એ પણ થશે કે વિરોધ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય મુદ્દાઓ કે શબ્દો નથી.
 • વ્યક્તિગત જવાબો આપતી વખતે સ્પષ્ટતા કરો.
  જ્યારે તમે કોઈ ચોક્ક્સ વ્યક્તિને કાંઈ કહેવા માગતા હો, ત્યારે તેમને સંબોધી ને લખો જેથી અન્ય વાચકોને ગેરસમજ ન થાય. દા.ત. @ Jay…
 • અન્ય લોકોની પ્રાયવસી નો આદર કરો.
  ક્યારેય પણ અન્ય લોકોના ઈ મેઈલ એડ્રેસ પ્રકાશીત ન કરો.
  જે તમે વાંચી ન હોય એવી માહિતી અન્ય ને ન માકલો.
  યાદ રાખો કે તમે જે લખો છો તે ઈન્ટરનેટ પર લાંબા સમય સુધી જળવાય છે. જો પાછળથી ઉભા થતા સંજોગો માટે તમે તૈયાર ન હો તો વધુમ સારૂં એ જ છે કે ન લખો. ખાસ કરીને કોઈ ત્રીજી વ્યક્તિ બાબતે લખતાં કાળજી રાખવી ખાસ જરૂરી છે.
  કોઈનું મટીરીયલ કોપી કરતી વખતે શક્ય હોય ત્યાં ક્રેડીટ આપો અથવા એટલું તો લખો જ કે આ વસ્તુ ક્યાંક બીજેથી લીધેલી છે.

Wish You All A Smiling Net Experience.

તા.ક. ઘણા વાદવિવાદ માત્ર નેટના અધુરા જ્ઞાનને લીધે ઉભા થાય છે કે, જેમકે ટેગ શું છે ત ન જાણવું. લીંક આપતાં ન આવડવી. સારું એ છે કે અજ્ઞાન કબુલ કરો અને શીખવા પણ તૈયાર રહો. માત્ર અજ્ઞાન હોવાથી તમને કાયમ ભૂલો કરવાનો અધિકાર નથી મળી જતો.

તા.તા.ક. આમાંથી ઘણી ભૂલો હું પણ કરતો હોઈશ. ધ્યાન દોરશો તો આ પોથા માંહ્યલા રીંગણા માત્ર નહિ બની રહે.

Advertisements

28 responses to “ઈન્ટરનેટ સભ્યતા – નેટીકેટ્સ

 1. આમ તો ઉપરની બધી બાબતો વધતા ઓછા અંશે બીજા બ્લોગ કે સાઈટ પર થી મળી રહે છે પણ આપે ખુબ સુંદર રીતે ગુજરાતીમાં નેટીકેટ્સ વિષે સંપાદન કર્યું છે. આશા છે દરેક નવા બ્લોગર ને આ લેખ કામ લાગશે.

  • સુર્યાજી,
   પહેલા તો મારા બ્લોગ પર આવ્યા તે માટે આપનો ખૂબ આભાર.
   આપની વાત સાચી છે. આ બધી માહિતી નેટ પર હોય છે જ. મારા બ્લોગ ના મુખપૃષ્ઠ પર જણાવ્યા મુજબ હું તો માત્ર મને જે ગમે તે બીજા લોકો સુધી પહોચે તે હેતુથી મારી સમજણ મુજબ મારા શબ્દોમાં રજુ કરું છું. આશા માત્ર એટલી જ કે જે મને ગમ્યું ને ઉપયોગી લાગ્યું એ અન્યો ને પણ ગમે.
   જય

 2. માત્ર અજ્ઞાન હોવાથી તમને કાયમ ભૂલો કરવાનો અધિકાર નથી મળી જતો.

  આ વાત ખૂબ જ ગમી, આશા છે કે આપણે સહુ (Including) આ ઈન્ટરનેટ સભ્યતા વિકસાવી શકશું.

 3. સરસ મુદ્દાઓ. આશા રાખીએ કે ગુજરાતી બ્લોગર્સ આ વાંચે (અને સમજે). આ વાક્ય – માત્ર અજ્ઞાન હોવાથી તમને કાયમ ભૂલો કરવાનો અધિકાર નથી મળી જતો. – બહુ ગમ્યું.

 4. સરસ જાણકારી મુકવાબદલ ધન્યવાદ…આશા છે આ માહિતિ લોકો માટે ઘણી ઉપયોગી રહેશે…

 5. “કોઈનું મટીરીયલ કોપી કરતી વખતે શક્ય હોય ત્યાં ક્રેડીટ આપો અથવા એટલું તો લખો જ કે આ વસ્તુ ક્યાંક બીજેથી લીધેલી છે.”

  પોતાને બ્લૉગર તરીકે ઓળખાવતા કૉપીકેટ્સે આટલું તો કરવું જ જોઈએ. એક પોસ્ટ તૈયાર કરવા માટે બ્લોગરે રચના શોધી/ટાઈપ કરી/ટાઈપ ભૂલો/જોડણી ભૂલો સુધારીને બ્લોગ પર મૂકી હોય છે. આ બધું કરવા માટે સારો એવો સમય અને સ્કિલનો ઉપયોગ થયો હોય છે જેનું લિન્ક દર્શાવીને સૌજન્ય દાખવવું જોઈએ. બીજું ઘણા જબાબદાર બ્લોગરો મૂળ લેખકની પરવાનગી લઈને રચના મૂકતા હોય છે અને જે તે રચનાને મળેલી કૉમેન્ટ લેખક સુધી પહોંચતી કરતા હોય છે.

  • વિનયભાઈ,
   આપની કિંમતી કોમેન્ટ બદલ આભાર. હું પણ કોઈ જાતની મહેનત વગર ઉઠાંતરી ની વિરુદ્ધ જ છું. પણ મારો હેતુ માત્ર પ્રસાર નો જ છે ને હું સ્પષ્ટપણે જણાવતો રહ્યો છું કે આ બધી મારી “રચનાઓ” નથી. હું સર્જક નથી. શક્ય હોય ત્યાં ક્રેડીટ પણ આપું છું ને લીંક પણ. જેમ કે મારી માઝમ રાતે ગીત વાળી પોસ્ટની text મેં માવજીભાઈ ના પરબ પરથી લીધી છે તો લીંક આપી જ છે. પણ દર વખતે એ શક્ય નથી બનતું હોતુ. ને કોમેન્ટ્સ મૂળ લેખક સુધી પહોચાડવાની વાત હોય તો એ તો શક્ય જ નથી. એટલો સમય અને શક્તિ હું વ્યક્તિગત કારણોસર ફાળવી શકું તેમ નથી. વળી, હું કોઈ material બેઠું ઉતારતો નથી. મારી રીતે એમાં પરિવર્તન કરું છું અને મારી રીતે ગુજરાતીમાં રજુ કરું છું. કોઈની રચના પોતાના નામે ચડાવવી એ જુદી વાત છે અને અન્ય જગ્યાએ જે સારું કે ગમતું મળે એ પોતાની રીતે રજુ કરવું એ જુદી વાત છે. મારી વાત આપ સમજશો એવી આશા રાખું છું.
   ફરી વાર આભાર સહ વિનંતી કે આવતા રહેશો અને કોમેન્ટ્સ વડે ધ્યાન દોરતા રહેશો.
   જય

   • મહેનત સાથેની ‘ઉઠાંતરી’માં સ્ત્રોત દર્શાવ્યો હોય તો તેને પ્રતિરચના કહી શકાય પણ જો સ્ત્રોત દર્શાવવામાં ન આવ્યો હોય તો તે ચોક્કસ ઉઠાંતરી જ કહેવાય.

    પ્રચાર અને પ્રસાર કરતી વખતે પણ સ્ત્રોત દર્શાવવો જ જોઈએ. ફક્ત ક્રેડીટ માટે જ નહીં પણ માહિતીદોષ તેમજ માહિતીની વિશ્વનિયતા માટે સ્ત્રોત દર્શાવવો જરૂરી બને છે. કોઈક વખત મૂળ સ્ત્રોત તમને ખબર ન હોય તો તમે તમારો સ્ત્રોત દર્શાવી શકો છો. દા.ત. ઈમેઈલમાં મળી. ખાંખાખોળાનું કામ અમારા જેવા લોકો કરી આપશે!

 6. શ્રી જયભાઈ,

  ખૂબજ સરસ આપે રૂઆત કરેલ છે.

  અભિનંદન !

  આભાર !

  http://das.desais.net -‘ દાદીમાની પોટલી ‘

  • અશોકભાઈ,
   બ્લોગની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર.
   આપનો બ્લોગ પણ જોયો. ખૂબ ગમ્યો. મગની દાળના સમોસા અમારે ઘરે આજકાલમાં જ બનવાના છે. (ઓલ ક્રેડીટ્સ ટુ દાદીમાની પોટલી)
   આવતા રહેશો.
   જય

 7. Good Article and knowledge sharing…
  CommonSense which is not common to all… right?

 8. પ્રિય શ્રીજયભાઈ,

  આપ હકારાત્મક અનુસંધાનના માર્ગે છો અને દરેક બ્લોગર્સે આ માર્ગ પરથી વિચલિત થવા જેવું હરગિજ નથી.

  એક સાચા સાહિત્યકારનું મૂળ બળ, કાયમી શિષ્યભાવ ધારણ કરીને, નમ્રતાપૂર્વક ભૂલસુધારનું જ હોઈ શકે.

  આ પૉસ્ટમાં હજુ વધારે મુદ્દાઓનો સમાવેશ કરીને, સમૃદ્ધ કરશો તેવી આશાસહ અભિનંદન.

  માર્કંડ દવે.

  • ખૂબ ખૂબ આભારી છું આપનો શ્રી માર્કંડભાઈ.
   હંમેશા શીખતા રહેવાનો આનંદ જ ઔર છે. એટલે જ વારંવાર સૌને વિનંતિ કરતો રહ્યો છું કે મારા બ્લોગમાં શું ગમ્યું -ન ગમ્યું એ અંગે જણાવતા રહેશો તો મારો ઉત્સાહ બેવડાશે.
   જય

 9. શ્રી જયભાઇ,
  સુંદર, સૌને સ્વિકાર્ય તેવી માર્ગદર્શિકા રજુ કરી. માત્ર નેટ પર જ નહીં, રોજબરોજના વ્યવહારમાં પણ અમલી બનાવવા લાયક માર્ગદર્શન છે. આભાર.

  • શ્રી અશોકભાઈ,
   મારા બ્લોગ પર આપનું સ્વાગત.
   આપ જેવા અનુભવીઓ મારો બ્લોગ વાંચે અને પ્રતિભાવ આપે તેથી સગર્વ આનંદ અનુભવું છું. એ જ અભ્યર્થના કે આવતા રહેજો અને સૂચનો કરતા રહેજો કે જેથી કનકવો પ્રગતિ કરી શકે.
   જય

 10. આજે નહીં તો કાલે આની જરુર પડવાની જ હતી.

  ભલે ટુંકમાં, પણ તમે બહુ સારી બાબતો સરસ રીતે લખી છે. આનાથી એક વાતાવરણ તૈયાર થશે જ. અત્યારે આવેલી કોમેન્ટ્સ પરથી ખ્યાલ આવી જ જાય છે.

  આ જ પોસ્ટના અનુસંધાને તમે સૌની કોમેન્ટ્સ ભેગી થાય તેના આધારે એક આચારસંહિતા – તમારા શબ્દોમાં નેટીકેટ્સ – ઘડી કાઢો. બહુ મજાની ને બહુ જ જરુરી વાત કહી છે. ધન્યવાદ અને આભાર પણ !

  • આભાર,
   આપે કહ્યું તે વિચાર-એક આચારસંહિતા બ્લોગ વિષે રજૂ કરવાનો- આવ્યો હતો અને થોડું લખ્યું પણ હતું. પણ ફરીવાર નજર નાખતાં લાગ્યું કે બ્લોગજગતમાં ઘણા લોકોને ન ગમે તેવી પણ બાબતો તેમાં છે એ કદાચ વિવાદ ફેલાવે. આમ પણ, અમૂક પોસ્ટ પર માત્ર મારા વિચારો પ્રગટ કરવા બદલ (એમાં કાંઈ જ વાધાજનક ન હોવા છતાં) માત્ર એ વિચારો લેખકને વિરોધી લાગવાથી બ્લેકલીસ્ટ થવાની સજા મને આપવામાં આવી જ છે. વધુ વિવાદો ઉભા ન થાય એટલે હમણા એ વિચારો પ્રગટ નથી કરતો. યોગ્ય સમયે વાત.
   આવતા રહેશો અને મારા બ્લોગની સારી-નરસી બાબતો વિષે ધ્યાન ખેંચતા રહેશો.
   જય

 11. “વળી, હું કોઈ material બેઠું ઉતારતો નથી. મારી રીતે એમાં પરિવર્તન કરું છું અને મારી રીતે ગુજરાતીમાં રજુ કરું છું. કોઈની રચના પોતાના નામે ચડાવવી એ જુદી વાત છે અને અન્ય જગ્યાએ જે સારું કે ગમતું મળે એ પોતાની રીતે રજુ કરવું એ જુદી વાત છે.”
  કોઈની રચનાને ફેરફાર કરી તમારે નામે મૂકી શકાય અને તેમાં કશું ખોટું નથી એવું તમારું કહેવું છે? સમજાવશો…

  • શ્રી હિમાંશુભાઈ,
   મારા બ્લોગમાં રસ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. બીજું, કોઈ ગેરસમજ થઈ હોય તો દિલગીર છું. હું ફરીવાર સ્પષ્ટપણે કહું છું કે હું “ઉઠાંતરી”ને ચોખ્ખા શબ્દોમાં નકારું છું અને મારા બ્લોગ પર તો હું ચોખ્ખું લખું જ છું કે આ મારી “રચના” નથી જ. હું કોઈ કાવ્યો કે એવી અન્ય સાહિત્યીક કૃતિઓ ભાગ્યે જ મૂકું છું. મોટાભાગે હું નેટ પર કે અન્યત્ર ઉપલબ્ધ રસપ્રદ કે ઉપયોગી “માહિતી” જ રજૂ કરું છું, જે મોટાભાગે અંગ્રેજીમાં હોઈ રૂપાંતર કરવું આવશ્યક હોય છે. પણ રૂપાંતર પછી પણ હું લખું જ છું કે આ મારી રચના નથી જ. મેં મારી પોસ્ટમાં પણ લખ્યું જ છે કે, “કોઈનું મટીરીયલ કોપી કરતી વખતે શક્ય હોય ત્યાં ક્રેડીટ આપો અથવા એટલું તો લખો જ કે આ વસ્તુ ક્યાંક બીજેથી લીધેલી છે.” પણ હું એટલું પણ સ્પષ્ટપણે માનું છું કે દર વખતે સ્ત્રોત જાણીતો ન પણ હોય અને દરેક વ્યક્તિ માટે ઉંડા ઉતરીને શોધ કરવી શક્ય ન પણ હોય. (જેમ, કે હજારોવાર ફોરવર્ડ થતાં sms કે email નું મુળ શોધવું ખૂબ મુશ્કેલ છે.) તો આવા વખતે બ્લોગર એટલું લખે કે આ મારી રચના નથી અને મને એનો સ્ત્રોત ખબર નથી તો ચાલે. વળી ઘણીવાર અમૂક ખૂબ જાણીતી રચનાઓ બ્લોગર્સ પોસ્ટ કરતાં જ હોય છે. તો એવી પોસ્ટ કોઈ બીજા બ્લોગ પર પણ પ્રગટ થઈ હોય તો એવું માની જ ન લેવાય કે “ચોરી” થઈ છે.
   ફરીવાર હું કહું છું કે કોઈની કૃતિઓ પોતાના નામે ન જ ચડાવી શકાય. પરંતુ દર વખતે સ્ત્રોત જ્ઞાત ન હોય તો એ રચના પોતાની નથી એવી બ્લોગરની રજૂઆત ગ્રાહ્ય રાખવી જ જોઈએ, કારણ કે એ રજૂઆત જ દર્શાવે છે કે એ બ્લોગર કોઈની મહેનતનો જશ પોતે નથી ખાટવા માગતો.વળી ઘણીવાર ગેરસમજ પણ થતી હોય. એવા વખતે બ્લોગરને ઉતારી પાડતા પહેલા કે એનો બહિષ્કાર કરતાં પહેલા એને ખુલાસાની તક તો આપવી જ જોઈએ.એ ખુલાસો અયોગ્ય કે અપૂરતો લાગે તો જે પગલા ભરવા હોય તે ભરી શકાય. પણ ફરી વખત, એમાં કોઈ વ્યક્તિગત ધ્વેષ કે સ્વાર્થને સ્થાન ન હોવું જોઈએ.
   મારી સ્પષ્ટતા મુળ કરતા પણ લાંબી થઈ ગઈ એ માટે ક્ષમાપના. વધુ સ્પષ્ટતાની જરૂર લાગે તો જણાવશો.
   આભાર સહ,
   જય

 12. સરસ માહિતી …. આપની આખી પોસ્ટ “ઈન્ટરનેટ સભ્યતા – નેટીકેટ્સ” અને સાથે સાથે આવેલી comments માંથી , જરૂરી એવી વાતો આ બધુજ … હું “ગુજરાતી” site ઉપર share કરું છું. તેનો વાચક વર્ગ ઘણોજ મોટો છે … અને આ બધી વાતો ખુબ જરૂરી છે …તેથી . આપનો ઘણો આભાર.

 13. આભાર પારુબહેન,
  માહિતીના પ્રસાર બદલ આભાર. આપ ક્યાં આ માહિતીને share કરો છો તે link જણાવશો જેથી હું પણ એ સાઈટ જોઈ શકું. અને હા, ઉપરોક્ત ચર્ચા ખૂબ અધૂરી છે. કારણકે એ માત્ર “ઉઠાંતરી” કે “પ્રસાર” એ એક જ મદ્દા પર કેન્દ્રિત છે.ઘણું બધું બાકી રહી જાય છે. જો કે આજકાલમાં જ હું એ બાબતો વિષે લખવાનું વિચારું છું.
  જય

 14. હું સર્વે બ્લોગમિત્રોનો આભારી છું કે તેમણે પોતાના પ્રતિભાવો ઉલટભેર આપ્યા અને રસપૂર્વક ચર્ચામાં ભાગ લીધો. આપ હજી પણ આપના અમૂલ્ય મંતવ્યો આપી શકો છો. પણ એટલી વિનંતી કરવી પડે છે કે Please અપમાનજનક ભાષા ન વાપરીએ. બીજા લોકોના અભિપ્રાયો પણ ખુલ્લુ મન રાખી સાંભળીએ એવી સહુને વિનંતી. આને વ્યક્તિગત કોમેન્ટ ન માનશો. સુમેળભર્યું વાતાવરણ જાળવવા માટે કહેવું પડે છે.
  ખૂબ આભાર.
  જય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s