મૃત્યુ..

મૃત્યુ અંગે થોડા ક્વૉટેશન્સ રજુ કર્યા છે..

  • કોઈ માણસ પોતાના મૃત્યુના સત્યને અવગણી ન શકે. શી ખાત્રી એ આ એનો છેલ્લો દિવસ નહિ હોય?
    -સીસેરો
  • જો કોઈ મને કોઈ બારીમાંથી રાઈફલ વડે શૂટ કરવા માગતુ હોય, તો તેને કોઈ નહિ રોકી શકે. તો પછી એની ચિંતા શીદ કરવી?
    -પ્રમુખ જ્હોન એફ. કેનેડી (તેમની હત્યાના આગલા દિવસે)
  • મૃત્યએ કાળું ઊંટ છે જે ક્યારેક ને ક્યારેક દરેક માનવીના ઘરે આવીને બેસે છે.
    -ટર્કીશ કહેવત
  • જે મૃત્યુથી ડરે તે જીવન ક્યાંથી માણે?
    -સ્પેનીશ કહેવત
  • એવી રીતે જીવો કે જેથી લોકો તમને શ્રદ્ધાંજલી આપતી વખતે સાચું બોલી શકે.
    -અજ્ઞાત
  • કામ કરતાં ચિંતા વધુ લોકોને મારી નાખે છે, કારણ કે કામ કરવાવાળા કરતાં ચિંતા કરવાવાળા લોકો વધારે છે.
    -રોબર્ટ ફ્રોસ્ટ
  • એ વ્યક્તિને આ વિશ્વ શા કામનું, જેની પત્ની એક વિધવા છે?
    -આઈરીશ કહેવત
  • જીવનને હળવાશથી લેવું; આમેય તમે એમાંથી જીવતા બહાર નીકળવાના નથી.
    -કાર્લ ડગ્લાસ
  • મૃત્યુ બેન્ડવાજા સાથે નથી આવતું.
    -ડેનીશ કહેવત
  • મૃત્યુ એ ગરીબોનો ડૉક્ટર છે.
    -જર્મન કહેવત.

(પીટર પોટર દ્વારા સંપાદિત “All About Death” માંથી)

6 responses to “મૃત્યુ..

  1. થોડુંક દોઢ ડહાપણ મારા તરફથી

    * ઘણાં લોકો જીવતાં હોય તો યે મરેલા જેવા હોય છે, ઘણાં મરીને પણ જીવતાં હોય છે.

    * મૃત્યું જો અનિવાર્ય છે તો પછી શૂદ્ર મોજ-શોખો માટે જીવવા કરતાં કશાંક ઉચ્ચ ધ્યેય અર્થે શા માટે ન જીવવું ?

    * જો મૃત્યુ ન હોય તો જીવનની સુંદરતા પણ ન હોત. ખખડી ગયેલ શરીરે જીવવા કરતાં કીલકીલાટ કરતાં બાળક સ્વરૂપે ફરી જન્મ લેવો વધુ આનંદદાયક નથી શું?

    * મૃત્યું સમયે બે પ્રકારની ઉક્તિ હોય શકે
    ૧. ફુલ ગયું ને ફોરમ રહી (સાર્થક મૃત્યું) 😦
    ૨. ઝાડ ગયું ને જગ્યાં થઈ (????) 🙂

  2. રસપ્રદ ઉમેરો, અતુલભાઈ, આભાર.

  3. જયભાઈ સરસ માહિતી સંકલિત કરીને મૂકી છે , વધુ માહિતી પણ મુકશો . અતુલભાઈ નો ઉમેરો પણ રસપ્રદ છે .

  4. આભાર રૂપેનભાઈ..

    આપણું લખાણ કોઈ વાંચે તે ગમે..અને એના પર કોઈ કોમેન્ટ કરે તો તો ખૂબ આનંદ થાય. માત્ર સારૂં જ નહિ, ભૂલો પણ દેખાડતા રહેજો.

    જય

  5. એવી રીતે જીવો કે જેથી લોકો તમને શ્રદ્ધાંજલી આપતી વખતે સાચું બોલી શકે.
    Nice Quotation.

Leave a comment