સૌથી મોટું જૂઠાણુ..

એક વાર એક ધર્મગુરૂ રસ્તે ચાલતા જઈ રહ્યા હતા. અચાનક તેમનુ ધ્યાન એક બાળકોના ટોળા તરફ ગયું જેઓ એક કૂતરાને ઘેરીને ઉભા હતા. બધા બાળકો 10-12 વર્ષની ઉમરના હતા.

ધર્મગુરૂને થયું કે છોકરાઓ કૂતરાને હેરાન કરતા હશે એટલે એમણે ત્યાં જઈને પૂછ્યું, “તમે આ કૂતરાને ઘેરીને કેમ ઉભા છો? એને જવાદો.” બાળકો એ જવાબ આપ્યો, “આ કૂતરૂં આમ જ શેરીમાં રખડતું હોય છે પણ અમને સૌ ને એ ગમે છે એટલે એને કોણ રાખે એ નક્કી કરવા અમે ઉભા છીએ. અમે નક્કી કર્યું છે કે જે સૌથી મોટું જૂઠાણુ કહી બતાવે એને આ કૂતરૂં મળે.” પેલા ધર્મોપદેશકને આઘાત લાગ્યો. એમણે બાળકોને સમજાવવાનું શરૂ કર્યું. “તમે જાણતા નથી કે જૂઠું બોલવું એ મોટું પાપ છે?…..” અંતે, “હું તમારા જેવડો હતો ત્યારે ક્યારેય જૂઠું નહોતો બોલતો.” કહી તેમણે વાત પૂરી કરી.

બાળટોળીમાં શાંતિ છવાઈ ગઈ. ગુરૂને થયું કે બાળકો તેમના ઉપદેશને સમજી અને સ્વિકારી રહ્યા છે. અંતે ઘણીવારની શાંતિ પછી એક નાનકડો બાળક નિરાશાભર્યા સ્વરે બોલ્યો,

“ઠીક છે. અમે હાર્યા. આ કૂતરૂં તમે જ રાખો..”

Advertisements

8 responses to “સૌથી મોટું જૂઠાણુ..

 1. કનકવા ભાઇ….
  આજે પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત લીધી….
  જોરદાર વાત હો ભાઇ…બિચારા ધર્મગુરુ…!!!

  • આભાર સોહમભાઈ,
   બ્લોગ શરૂ કર્યો ત્યારથી અમૂક ખાસ લોકો પધારે એની રાહ જોતો રહ્યો છું. “નટખટ” સોહમ્ રાવલ એમાંનું એક નામ છે. [બીજા નામ હમણા ન કહેવાય – આવે ત્યારે વાત 🙂 ]આપની જે બાબત ખૂબ ગમે છે, એ છે આપની સ્પષ્ટ, નિખાલસ કોમેન્ટ્સ. અને હા, આપનો શ્વાનપ્રેમ. ખરેખર તે માનવીના ઉત્તમ સાથી છે. મારી પાસે પણ એક ખૂબ પ્રેમાળ જર્મન શેફર્ડ અને એક ખૂબ તોફાની ગોલ્ડનરિટ્રીવર શ્વાન છે.

   ફરીવાર આભાર.
   મળતા રહેશું.
   જય

   • અરે જયભાઇ, હુ બ્લોગ-જગતમાં કાંઇ ખાસ નથી…છતાં પણ તમે કહ્યું એ ગમ્યું…એમાંય તમે બ્રાહ્મણ અને એય કાઠીયાવાડી…એટલે તમને મળીને પણ મને એટલો જ આનંદ થયો.અને હા, મારા મિત્રો તમારા ઘરે છે??? તો તો એમને રમાડવા હાટું ત્યાં તમારે ઘરે પધરામણી કરવી જ પડશે…હા…હા…હા…ચિંતા ના કરતા…મજાક કરું છું…

   • સોહમ ભાઈ,
    બ્લોગનો હેતુ જ મિત્રો બનાવવાનો છે. ઘરે પધારશો તો તો ખુબ આનંદ થશે. મને પણ અને Schatzi અને Saarah ને પણ. ચોક્કસ આવજો.

 2. વાહ રે વાહ કનક્વાજી,
  આજે ભ્રમણ કરતા કનકવો નજરે ચઢ્યો. સુંદર રીતે આકાશમાં
  લહેરાતા કનક્વાને જોયો તો સાથે ચતા પતા રંગવાળા સુંદર
  જ્ઞાન-ગમ્મત કરાવતા લેખ-વાતો જોઈ અંતરમાં આનંદ ઉપજ્યો.
  બસ આવી રીતે બાળકો અને ધર્મગુરુઓને ભટકા વતા રહો..
  કનકવો દિન પ્રતિ દિન ઉચે ને ઉચે આકાશમાં લહેરાતો રહે તેવી
  શુભેચ્છા.

 3. નાનપણથી જ કુતરા માટેની લડાઈ જાણીતી છે. અમે નાના હતા, ત્યારે નવા જન્મેલા ગલુડિયાના ભાગ પાડતા. ’સારા’એ તોડી નાખેલા પાન ફરી પાછા ફૂટવા લાગ્યાં છે. અને હા, મને યાદ આવ્યું મનીષે તો એક વખત ગલુડીયાને કુંડીમાં નાખીને મારી પણ નાખેલું 😦

  જોઈએ હવે ધર્મગુરુનું શું થાય છે તે 🙂 🙂 🙂

 4. ઉપરની કોમેન્ટ મારી જ સમજવી, કવિતા હમણાં ખાસ બ્લોગિંગ કરતી નથી.

  અતુલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s