કનકવો..

નકવો..

એ ટેગલાઈનમાં જણાવ્યા મુજબ જ, વિવિધ રંગોનો સંગ્રહ છે.

કોઈ એક ચોક્કસ વિષયને અનુસર્યા વગર વિવિધ બાબતો અંગેની પોસ્ટ્સ આવરી લેવાનો નમ્ર પ્રયાસ છે.

પોસ્ટ્સ માં પ્રગટ થતા લખાણો મારા ન પણ હોઈ શકે..પણ જે કાંઈ મને ગમે છે, તે વહેંચવાના આશયથી પ્રગટ કરું છું. અલબત્ત મારી માન્યતાઓ કે વિચારોને અનુરૂપ બાબતો વધુ હોય તે સ્વાભાવિક છે. પણ આપે સંમત થવું બિલકુલ જરૂરી નથી. હું તો આપની કોમેન્ટ રૂપે આપના વિચારો માગું છું. એ વિરોધ કે ટીકા હોય તો પણ મને વિચારવા માટે એક નવો એંગલ આપે છે એટલે સહર્ષ આવકારીશ જ. કોઈપણ કોમેન્ટ – જો એ તદ્દન અસંબદ્ધ કે અશિષ્ટ ન હોય તો – હંમેશા મારા આનંદ અને ઉત્સાહને ઉત્તેજે જ છે. એ કડક ટીકાઓ હોય તો પણ. આમ પણ પતંગ (કનકવો) સારી રીતે ઉડે એ માટે માત્ર ઢિલ જ નહિ, ક્યારેક ખેંચ પણ જરૂરી હોય છે અને ક્યારેક સળી (અમારી નાનપણની ભાષામાં “ઢઢ્ઢો”) મરડવાનું પણ આવશ્યક બની જાય છે જ ને!

આભાર. મળતા રહેજો.

Advertisements

2 responses to “

  1. પતંગ વિશે વાત કરશું તો નિબંધ લખાઈ જાય તેવી શક્યતા છે. ઢઢ્ઢો મરડવો જરુરી હોય છે નહીં તો પતંગ છાપરી ખાઈ જાય. અને ખાસ તો પતંગની કમાન ન છટકી જાય તે ધ્યાનમાં રાખવાનું હોય છે.. અને પતંગ એટલે માત્ર અને ઢીલ અને ખેંચ જ નહીં પણ પેચ અને કાપા-કાપી પણ ખરી. અને સહુથી વધારે મજા તો “એ… કાપ્યો છે.. ” ની જ છે ને?

  2. જયભાઈ,
    આજનું તેજાબ બિંદુ વાંચીને મને મેં એક કોમેન્ટ કરેલી તે યાદ આવી. તમને પણ વાંચવી ગમશે.
    http://aasvad.wordpress.com/2010/05/01/603/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s