શ્રદ્ધા

આપણામાંથી ઘણા લોકો એવા છે કે જે ઈશ્વરમાં કે પરમ તત્વમાં “નહિ માનતા” હોય. એમાંનાં ઘણાખરા તો એવા જ હશે કે જેમના ન માનવા પાછળ કોઈ ચોક્કસ દલીલ કે તર્ક ન હોય. કારણ કે ઉદ્દેશ ન હોય. પરંતુ એવા લોકો પણ છે જેઓ દ્રઢપણે માને છે કે તેઓ “નથી જ માનતા.”

જોકે પ્રમાણિકપણે સંશોધન કરતાં જણાઈ આવશે કે તેઓ જેમાં નથી માનતા એ તો ઈશ્વર અંગેની કોઈ ચોક્ક્સ માન્યતા જ છે. એવી માન્યતા કે જે તેમણે તેમના કુટુંબ કે વાતાવરણમાંથી અજાણતા અને નિરૂદ્દેશ પ્રાપ્ત કરી છે અને પછી તેને કાં તો સ્વિકારી લીધી છે અથવા ફેંકી દીધી છે.

અને ખરેખર, આ ન માનવામાં તેમનો કંઈ વાંક પણ નથી. તેમની સમક્ષ ભગવાનનું વર્ણન જ એવું મૂકવામાં આવ્યું હોય છે-જીવનના સર્કસનો રિગમાસ્ટર, ગુનાઓની સજા આપનાર, પ્રસન્ન થાય તો (જો થાય તો) જે ઈચ્છો તે આપનાર, સુખ આપનાર કે છીનવી પણ લેનાર, એક અતિ પવિત્ર અને માનવ કરતાં ક્યાંયે મહાન અસ્તિત્વ અને ઘણુંખરૂં તો ન્યાયની સર્વોચ્ચ અદાલતનો સર્વેસર્વા. આવી અતિશયોક્તિભરી, આધારવિહીન માન્યતાઓનો વિરોધ થાય તેમાં નવાઈ પણ શું છે?

પરંતુ,ખરેખર તો ઈશ્વરનો વિરોધ શક્ય જ ન બને. કારણકે, કોઈપણ શ્રદ્ધાળુની જેમ જ ઈશ્વરનો વિરોધ કરનાર પોતે પણ એ જ પરમ તત્વનું એવું સર્જન અને રૂપ છે, જે સત્ય શોધવા માગે છે અને પોતાની રીતે તેમાં આગળ વધે છે. ખરું જોતાં “ન માનવું” જેવી મનની કોઈ અવસ્થા જ નથી. ઘણા ચિંતકો કહે છે તેમ, “તમે ઈશ્વરમાં નથી માનતા એનો અર્થ માત્ર એ જ કે તમે એના અસ્તિત્વમાં નથી માનતા.” અથવા કહો કે, તમે માનવતામાં માનો છો અથવા તમારી પોતાની જાતમાં શ્રદ્ધા ધરાવો છો. શ્રદ્ધા કે વિશ્વાસ વગર તો આ જગતનું અસ્તિત્વ જ ન હોત. એક ડગલું માંડ્યા પછી તમે બીજું ડગલું માંડી જ ન શકો-જો તમને શ્રદ્ધા ન હોય કે પૃથ્વી ખસી નહિ જાય. જો કોઈ વાંચશે એવી શ્રદ્ધા ન હોય તો આ લખી જ ન શકાય અને આમાં કશુંક ઉપયોગી કે રસપ્રદ હશે એવી શ્રદ્ધા ન હોય તો એ વાંચે પણ કોણ? તમે જેનાથી નિરાશ થાઓ છો તે શ્રદ્ધાનુ એક પાસુ માત્ર છે, શ્રદ્ધા પોતે નહિ.

લોકમુખે સાંભળેલી એક વાત છે કે એક ડરપોક પંખીને આકાશ ટકી રહેશે એવી શ્રદ્ધા નથી. એને ડર છે કે આકાશ નીચે પડશે. એથી એ પોતાના બે પગ ઉંચે રાખીને સૂએ છે જેથી આકાશ પડે તો તેને રોકી શકાય. આ શું છે? તેને આકાશમાં શ્રદ્ધા ભલે નથી, પણ પોતાના પગમાં પૂરેપૂરી છે. આ સ્વયંસ્ફૂરીત શ્રદ્ધા કયાંથી આવી? આ શ્રદ્ધા બીજુ કાંઈ નહિ, ઈશ્વરીય દેન છે જે આપણા બધામાં સ્વાભાવિક રીતે જ અસ્તિત્વ ધરાવે છે. ભલે આપણે આપણી જાતને “શ્રદ્ધાળુ” ગણાવીએ કે નહિ. સવાલ માત્ર એ શ્રદ્ધાને પરમ તત્વ પ્રત્યે વાળવાનો જ છે, જે આ જગતના અસ્તિત્વ અને સંચાલન માટે જવાબદાર છે.

શ્રદ્ધા તો દરેકમાં છે જ. પ્રકાર જુદા જુદા હોઈ શકે. જેમ કે અકર્મિક શ્રદ્ધા જે માને છે કે કંઈ જ કરવાની જરૂર નથી, જે થવાનું છે તે થશે જ. બીજી એ કે જે વ્યક્તિના આત્મવિશ્વાસ દ્વારા પ્રેરિત છે અને તેના બધા કાર્યોમાં પ્રગટ થાય છે. અને ત્રીજા પ્રકારની એ કે જે કોઈ સ્તુત્ય આદર્શ પ્રત્યેના વિશ્વાસમાં (જેમકે, ઈશ્વરમાં) દેખાય છે. એકવખત એક નાની છોકરીનું રમકડું તૂટી ગયું. રાત્રે સૂતી વખતે એણે ભગવાનને પ્રાર્થના કરી. “હે ભગવાન, મારૂં રમકડું સરખું કરી દેજે.” આ જોઈને એના મોટાભાઈએ એની મશ્કરી કરતા કહ્યું, “તૂં મૂર્ખ છો. ભગવાન તારી પ્રાર્થના ક્યાંથી સાંભળવાના છે? છોકરી એ જવાબ આપ્યો, “ચોક્કસ સાંભળશે.”

સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, “કેમ, ભગવાને પ્રાર્થના સાંભળી કે?” છોકરીએ કહ્યું, “હા વળી. એમણે મને સમજાવ્યું કે હું હવે મોટી થઈ ગઈ છું એટલે મારે હવે રમકડાંની જરૂર નથી.” આ જ શ્રદ્ધા છે. એ ભલે ચમત્કારો ન સર્જે, પણ એ જીવનની વિવિધ પરિસ્થિતીઓમાં જીવવાનું બળ જરૂર આપે છે.

 

(આ સંપૂર્ણપણે મારું લખાણ નથી. વિચાર અને લખાણનો ઘણો ભાગ અંગ્રેજીમાં વાંચવામાં આવેલ લખાણનો ભાવાનુવાદ છે. થોડું છોડી પણ દીધું છે અને થોડું ઉમેરાઈ પણ ગયું હશે. જે હોય તે, પણ મને ગમ્યું એટલે સમ્પૂર્ણપણે મારા વિચારો ને મળતું ન હોવા છતાં મારી દ્રષ્ટિએ જોઈને અહીં મૂક્યું છે.)

Advertisements

6 responses to “શ્રદ્ધા

 1. આ ફકરો ખૂબ ગમ્યો.

  સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, “કેમ, ભગવાને પ્રાર્થના સાંભળી કે?” છોકરીએ કહ્યું, “હા વળી. એમણે મને સમજાવ્યું કે હું હવે મોટી થઈ ગઈ છું એટલે મારે હવે રમકડાંની જરૂર નથી.” આ જ શ્રદ્ધા છે. એ ભલે ચમત્કારો ન સર્જે, પણ એ જીવનની વિવિધ પરિસ્થિતીઓમાં જીવવાનું બળ જરૂર આપે છે.

 2. આભાર અતુલભાઈ,
  મને પણ શ્રદ્ધા અંગે એ જ વાત ખૂબ ગમે છે. અને બીજી વાત એ કે આપણે બધા એક યા બીજા પ્રકારની શ્રદ્ધા જ ધરાવીએ છીએ તે. આ વાતો એ જ આ લખવામાં પણ શ્રદ્ધા પ્રેરી છે.
  અને ખરેખર આવી નાની નાની વાતોએ જ કેટલીય વાર મને નિરાશામાંથી ઉગાર્યો છે.

  • હિરેનભાઈ,
   ખૂબ આભાર. અમારા જેવા નવાસવા બ્લોગર્સને જૂના જોગીઓ આવે અને ઉત્સાહે એ ખૂબ સારૂં લાગે છે.
   આવતા રહેશો અને આપની કોમેન્ટ્સ ખૂબ ઉત્સાહ અને જોમ પૂરૂં પાડે છે એટલે એ પણ ચાલુ રાખશો. ખાસ તો જ્યાં ભૂલ લાગે કે ખોટું લાગે ત્યાં સ્પષ્ટપણે કહેજો જ. મતેભેદો હંમેશા વિચારવાની નવી દિશાઓ અને તકો આપે છે એમ હું દ્રઢપણે માનું છું.
   આભાર.

 3. આભાર સીમાજી..

  આવતા રહેશો અને ખાસ તો અભિપ્રાય પણ આપતા રહેશો તો ખૂબ ગમશે.

  જય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s