दशहरामें ट्वीस्ट – અજેય રાવણ…

મિત્રો, આપણામાંથી ઘણાખરા સવારે (મોટાભાગે ચા પીતાં પીતાં) છાપું તો વાંચતા જ હશે. આજે સવારે “ગુજરાત સમાચાર”માં આ મજેદાર સમાચાર વાંચ્યા.

આગ્રાની 100 વર્ષોથી ચાલતી રામલીલામાં આ વખતે ઓચિંતો Funny Twist આવ્યો, જ્યારે…

રાવણે રામના હાથે મરવાનો ઈન્કાર કરી દીધો.

બન્યું એવું કે રામલીલા ચાલી રહી હતી. રામાયણ સિરીયલના રાવણની જેમ જ રાવણ બનેલા કલાકારની અદાકારી પર લોકો ખુશ થઈને દાદ દઈ રહ્યા હતા. કલાકાર જીવડો જેટલો પ્રશંસાથી ખુશ થાય એટલો બીજા કશાથી ન થાય. પણ આયોજકોની ચિંતા સમય અંગે હતી. સમય ખૂટી રહ્યો હતો. અંતે સમયપાલનના આગ્રહમાં તેમણે નેપથ્યમાંથી “રાવણ”ને જણાવ્યું કે ભાઈ, રાવણ દહનનો સમય થઈ ગયો છે. બધાં સંવાદો પૂરા કરવાનો સમય નથી. તો હવે તું રામના હાથે “સદ્ગતિ” સ્વીકારી લે તો દહન તરફ આગળ વધાય.

પરંતુ, પણ, लेकिन… રાવણ જેનું નામ. પોતાની પ્રશંસાથી ખુશ થયેલા એને પોતાના “આદર્યાં” અધૂરા છોડવાનું મંજૂર ન હતું. બધા ઈશારાઓ અવગણીને એણે તો લડાઈ ચાલુ રાખી. એટલી બધી વાર સુધી, કે એક તરફ રાવણ-દહન શરૂ થઈ ગયું અને બીજી તરફ “રાવણ” તો તલવાર જ વીંઝતો હતો. અંતે રામકથામાં પ્રથમ વખત એવું બન્યું કે રામ-રાવણની લડાઈમાં રામ સમક્ષ નમ્યા વગર રાવણ જીવતો જાગતો લંકામાં પાછો ફર્યો..

“ગુજરાત સમાચાર” અંતે લખે છે.. “આનો અર્થ શું એમ કરવો કે કળજુગ આવી ગયો છે?”

Advertisements

One response to “दशहरामें ट्वीस्ट – અજેય રાવણ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s