ઈશ્વરનો ઉત્તર..

પ્રસ્તુત છે કોઈ મહાત્માનો ઈશ્વર સાથેનો વાર્તાલાપ..

પ્રશ્ન – મનુષ્ય વિષે આપને સૌથી વધુ આશ્ચર્ય કઈ વાતનું થાય છે?

ઈશ્વરનો ઉત્તર…

  • એ કે મનુષ્યો બાળપણથી કંટાળી જાય છે, જલ્દી મોટા થવા દોટ મૂકે છે ને મોટા થઈ ગયા પછી બાળક થવા ઈચ્છે છે.

  • એ, કે તેઓ પૈસા કમાવા માટે સ્વાસ્થ્યનો ભોગ આપી દે છે, ને પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા પૈસા ખર્ચે છે.

  • એ, કે ભવિષ્ય બાબતે વિચારવામાં તેઓ વર્તમાનને એ રીતે ભૂલી જાય છે કે નથી તેઓ વર્તમાનમાં જીવતા કે નહિ ભવિષ્યમાં.

  • એ, કે મનુષ્યો એવી રીતે જીવે છે કે જાણે ક્યારેય મરવાના જ નથ હોય અને પછી એવી રીતે મૃત્યુ પામે છે જાણે કદિ જીવ્યા જ ન હોય.

પ્રશ્ન – એક પિતા તરીકે આપના બાળકો શું શીખે એ આપને ગમે?

ઈશ્વરનો ઉત્તર…

  • એ કે કોઈને પોતાને પ્રેમ કરવા ફરજ ન પાડી શકાય, માત્ર પ્રેમને લાયક બનવાનો પ્રયત્ન કરી શકાય.

  • બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી અયોગ્ય છે. દરેક વ્યક્તિ પોતાના સ્થાને હંમેશા અનન્ય જ હોય છે.

  • હંમેશા ક્ષમા કરતાં શીખવું.

  • એ, કે કોઈને ક્રુર શબ્દોથી ઈજા કરતાં માત્ર થોડી ક્ષણો લાગે છે અને એ જખમોનોને ઈલાજ કરતાં વર્ષો પણ ઓછાં પડે છે.

  • સમૃદ્ધ વ્યક્તિ એ નથી જેની પાસે સૌથી વધુ છે, પરંતુ એ છે કે જેની જરૂરિયાત સૌથી ઓછી છે.

  • એવા લોકો છે જ, જે તમને ખૂબ ચાહે છે, પરંતુ હજી પોતાની લાગણીઓ ને યોગ્ય રીતે વ્યક્ત કરતા નથી શીખ્યાં.

  • એ કે બે વ્યક્તિઓ એક જ વસ્તુને જોતા હોવા છતા એને જૂદી રીતે અનુભવી શકે છે.

પ્રશ્ન – આ સિવાય આપ મનુષ્યોને શું જણાવશો?

ઈશ્વરનો ઉત્તર…

  • એ જ કે હું છું. અહીં જ.. સદાય!

Advertisements

3 responses to “ઈશ્વરનો ઉત્તર..

  1. સરસ વાર્તાલાપ.

    ઈશ્વરે પહેલાં માણસોને બનાવ્યા અને હવે માણસો ઈશ્વરને બનાવે છે. તેને પ્રશ્નો પુછે છે અને તેના વતી જવાબ આપે છે.

    મને લાગે છે કે ઈશ્વર કદાચ મરક.. મરક… હસતાં હશે આ બધું જોઈને.

  2. માણસોને સીધી વાતો સમજવામાં રસ ક્યાં છે? એમને તો નાટક ગમે. જો ઈશ્વર વતી નાટક ભજવીને પણ વાત પહોંચાડી શકાતી હોય તો એમ કરીએ. બીજું શું?

  3. જયભાઈ સુંદર વાર્તાલાપ છે વધુ વાર્તાલાપ પણ મુકશો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s