“સાયન્ટીફીક” કમ્યૂનિકેશન (વાક્યો અને અર્થ)

અનેક જગ્યાઓએ અને શોધપત્રોમાં વપરાતા શબ્દો અને તેના “ગર્ભિત” અર્થ આ રહ્યા; વાંચો અને માણો:

આપણે જાણીએ છીએ કે… (મેં એના સ્રોત કે સંદર્ભની દરકાર કરી નથી.)
એવું માનવામાં આવે છે..(હું માનું છું કે)
સામાન્ય રીતે માનવામાં આવે છે કે.. (મારા સિવાય બીજા એક-બે જણા પણ માને છે)
સૈદ્ધાંતિક રીતે ખૂબ અગત્યનું છે..<span(મને રસપ્રદ લાગ્યું છે)
વ્યવહારમાં ખૂબ અગત્યનું છે..(મને એનાથી ફાયદો થાય તેમ છે)
અભ્યાસ માટે 3 નમૂના લેવામાં આવ્યા હતા..(બાકીના નમૂનાના અભ્યાસનો કાંઈ અર્થ નહોતો નીકળતો એટલે જવા દીધા છે)
એમ ધારી શકાય કે..(જો તમે આ માની શકો તો બીજું કાંઈપણ માની શક્શો)
પરિણામો અમૂક હદ સુધી સાચા છે..(સાવ ખોટા છે)
આ ક્ષેત્રે વધુ સંશોધનની તકો રહેલી છે..(આ સંશોધન ખાસ સારૂં નથી, પણ એમ તો આ ભંગાર ક્ષેત્રમાં બીજા એકપણ સંશોધન સારા નથી)
હું ક્ષ નો પ્રાયોગિક કાર્યમાં સહકાર માટે આભાર માનું છું..(પ્રયોગો ક્ષ એ કર્યા છે)
હું જ્ઞ નો ડેટાના પૃથક્કરણ બાબતે મળેલા સૂચનો બદલ આભારી છું..(ક્ષ એ કરેલા પ્રયોગો મને જ્ઞ એ સમજાવ્યા છે.)

(સ્ત્રોત – ઈન્ટરનેટ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s