ઓસ્ટ્રેલિયા સામે ભારતે મેળવી “ક્લીનસ્વીપ” જીત

હું ક્રિકેટપ્રેમી હોવા છતાં ક્રિકેટજગતમાં થઈ રહેલા પૈસાના ખેલના લીધે ક્રિકેટ જોવાનું ટાળતો હતો. પણ આ વખતની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની ટેસ્ટ  શ્રેણી જોયા પછી એક નવો ઉત્સાહ જાગ્યો છે.ઘણા વખતથી ભારતના ક્રિકેટમાં સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા નહોતું મળતું. ખાસ કરીને બોલીંગ આક્રમણમાં રહેલો તીક્ષ્ણતાનો અભાવ ખૂંચ્યા કરતો હતો. પરંતુ આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ગણાતી ટીમને પણ ઓલઆઉટ કરીને ફરી એક વખત ભારતના બોલરોએ તેમનું ખમીર દેખાડી આપ્યું. ખાસ કરીને ઝહીરખાન આકર્ષક બની રહ્યો. બેટીંગમાં સચીન તેંડુલકરે ફરી એકવાર સાબિત કર્યું કે તે જગતનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. પણ વધુ ધ્યાન તો ચેતેશ્વર પૂજારાએ ખેંચ્યું. ઘરઆંગણાના ક્રિકેટમાં રનના ધોધ વહાવ્યા પછી ટેસ્ટમાં મળેલી તકનો પણ તેણે ખૂબ સરસ લાભ ઉઠાવ્યો. પ્રથમ ઈનીંગ્સમાં તેના કમનસીબે જ્હોનસનના નીચા રહેલા બોલ નો તે શિકાર બન્યો, પણ બીજી ઈનીંગ્સમાં તેને દ્રવિડના સ્થાને મોકલી તેનામાં દર્શાવેલા વિશ્વાસને તેણે સાચો ઠરાવ્યો. આકર્શક 72 રન કરી તે એવો પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો જેણે ટેસ્ટપ્રવેશે જ મેચની ચોથી ઈનીંગ્સમાં 50 કે તેથી વધુ સ્કોર કર્યો હોય.

ચેતેશ્વર પૂજારા

ગુજરાતના રાજકોટમાં 25 જાન્યુઆરી, 1988ના રોજ જન્મેલો ચેતેશ્વર પૂજારા આઈ પી એલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સભ્ય છે. તેણે તેની ફર્સ્ટક્લાસ કેરીયરમાં 82 ઈનીંગ્સમાં 59.73ની સરેરાશથી કુલ 4000 કરતાં વધુ રન કર્યા છે જેમાં શ્રેષ્ઠ સ્કોર 302 (નો.આ.) છે.

Advertisements

4 responses to “ઓસ્ટ્રેલિયા સામે ભારતે મેળવી “ક્લીનસ્વીપ” જીત

  1. અરે ભાઈ તમે મને ક્યાંક ક્રીકેટમાં રસ લેતા કરી દેશો. હમણાં ઘણાં વખતથી ક્રીકેટ વિશે કશી માહિતિ ન હતી. સીવાય કે હંસ: ના બેટથી મારી બોલિંગની થતી ધોલાઈ. ચેતેશ્વર વિશે તો શ્રી કાંતિ ભટ્ટ નો એક લેખ પણ સૌરાષ્ટ્ર સમાચાર માં આવેલો.

  2. This is cheating… Title is talking about CLEAN SWEEP but the article is talking more about only PUJARA… 😦

    Just kidding… Nice Article… 😀

  3. Thanks for the comment.
    અરે ભાઈ, ખરેખર તો પૂજારા ટીમમાં હતો એટલે મેચ જોવાની ઉત્કંઠા વધુ હતી. ને પાછો ગુજરાતી ભાયડો.. And personally, I believe he will prove to be an asset for the team.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s