એક લાઈટનો બલ્બ બદલવા કેટલા બ્લોગરની જરૂર પડે?

હમણાં હમણાં જ નેટ પર આ જોક વાંચી અને વિવિધ બ્લોગ પર થતી એ જ પ્રકારની ચર્ચાઓ બ્લોગરસિયાઓ વચ્ચે થતી જોઈ એટલે મુળ જોક થોડા ફેરફાર સાથે ગુજરાતીમાં અહીં મૂકું છું. કોઈની વ્યક્તિગત મશ્કરીનો હેતુ બિલકુલ નથી. આમ પણ ચર્ચા એ બ્લોગનો હેતુ છે અને બ્લોગરો તેના વગર રહી પણ નથી શક્તા….

એક લાઈટનો બલ્બ બદલવા કેટલા બ્લોગરની જરૂર પડે?

જવાબ છે 366

1 બ્લોગર બલ્બ બદલવા માટે અને બ્લોગ પર પોસ્ટ કરવા કે એણે બલ્બ બદલ્યો છે…
5 જણા વખાણ કરવા માટે અને પોતાના એવા જ અનુભવ જણાવવા
10 લોકો એ જણાવવા કે બીજી કેટલી રીતે બલ્બ બદલી શકાય અને શું ધ્યાન રાખવું…
15 જણા બલ્બ બદલવા અંગેના લખાણમાં થયેલી ભૂલો બતાવવા માટે.
25 જણા લેખકને જણાવવા કે અમૂક કોમેન્ટ્સ શિષ્ટ નથી અને તે કોમેન્ટ્સ બ્લોક કરવી જોઈએ...
35 જણા એ જણાવવા કે આ ટોપીક તદ્દન અસંબદ્ધ છે અને તે બંધ કરવા જોઈએ...
45 જણા એ દલીલ કરવા માટે કે આપણે સૌ બલ્બ વાપરીએ છીએ તેથી બલ્બ આપણા જીવનનું એક અંગ છે અને આ ચર્ચા યોગ્ય જ છે…
105 જણા એ ચર્ચા કરવા કે બલ્બ બદલવા માટે કઈ રીત શ્રેષ્ઠ છે, બલ્બ ક્યાંથી ખરીદવા અને કેવા ખરીદવા જોઈએ…
125 જણા એ કે જે આખી ચર્ચા કોપી પેસ્ટ કરીને મૂકે અને છેલ્લે લખે કે અમે સહમત છીએ…

Advertisements

4 responses to “એક લાઈટનો બલ્બ બદલવા કેટલા બ્લોગરની જરૂર પડે?

  1. આજે જ એકલા હાથે ૨ ટ્યુબ લાઈટ બદલી. જો બ્લોગમાં તે વિશે આર્ટિકલ લખું તો કેટલાં બ્લોગરની જરૂર પડે?

  2. આર્ટીકલ લખો તો ખબર પડે. પણ હા, ગમે તેટલા બ્લોગર થઈને લાઈટ બદલે પછી અજવાળા થવા જોઈએ.. 🙂

  3. આમાં તકલીફ એ છે કે બધાને અજવાળા કરવા છે પણ કો’કની ટ્યુબ લાઈટથી. કોઈએ પોતાની ટ્યુબ લાઈટ વસાવવી નથી, પછી અજવાળા ક્યાંથી થાય? અને અંધારામાં આથડવાથી તો આખું યે બ્લોગ જગત ટેવાઈ ગયું લાગે છે. જાણે કે આગીયાના ચમકારે જ જીવન વિતાવવાનું હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s