મને મળો..

હું, જય ત્રિવેદી, ભાવનગરનો વતની. અભ્યાસે મિકેનીકલ એંજીનીયર પરંતુ વ્યવસાય કોમ્પ્યુટરનો. લગભગ 12 વર્ષ સુધી કોમ્પ્યુટરના વિવિધ વિષયો શીખવ્યા અને હવે અમૂક વ્યક્તિગત મર્યાદાઓને લઈને શિક્ષણ ઓછું કરી સાયબરકાફે ચલાવું છું.

મને ગમતી પંચલાઈન છે…

NO Regards ! No Escape ! No Regrets !

જે ગમે તે કરવું જ -પરિસ્થિતી ગમે તે હોય. કોઈપણ બાબત હાથમાં લીધા પછી નાઠાબારી કેવી? અને જે કર્યું તેનો પસ્તાવો નહિં જ-પરિણામ ભોગવવાના જ.

મને સંગીત અને વાંચનનો ખૂબ શોખ છે. અને એ સિવાય નવું જાણવાનો અને મિત્રો સાથે સમય વિતાવવાનો. અહીં બ્લોગપર આવવાનો હેતુ પણ એ જ છે-મિત્રો બનાવવાનો, જ્ઞાન મેળવવાનો કે વહેંચવાનો.

આભાર..

Advertisements

28 responses to “મને મળો..

 1. જયભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  જયભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  • શ્રી રૂપેનભાઈ,
   મારા બ્લોગ પર સ્વાગત. મારા બ્લોગને બ્લોગપીડીયામાં સામેલ કરવા બદલ આભારી છું. ફરી ફરી આવતા રહેશો અને એ રીતે પ્રોત્સાહીત કરતા રહેશો એવી આશા છે. સૂચનો કરશો તો ખૂબ ગમશે.

   જય

 2. આદરણીય શ્રી જયભાઈ,
  ગુજરાતી બ્લોગ જગતમાં આપની પધરામણી થી આનદ
  ઉપજ્યો. ભલે પધાર્યા. સાહિત્ય અને સંસ્કારી નગરીના
  વતની છો. ખુબ આગળ વધો અને સાહિત્ય ક્ષેત્રે નામના
  મેળવી ભાવનગરનો ભાવ ( કિમત નહિ ) દુનિયા સમક્ષ
  દર્શાવો એજ આશીર્વાદ અને અભ્યર્થના .
  સ્વપ્ન

  • ખૂબ ખૂબ આભાર,
   “મેં જે માણ્યું તે અહીં આણ્યું”. ઈન્ટરનેટનો ખૂબ શોખીન છું. અને એ અખૂટ ખજાનામાંથી થોડી “લગડીઓ” share કરવાનું ગમે છે. આવતા રહેશો અને મહામૂલી કોમેન્ટ્સ વડે પ્રોત્સાહિત કરતા રહેશો તો આભારી થઈશ. ખાસ કરીને બ્લોગની ખામીઓ પણ જણાવશો.
   જય

 3. ખુબ જ અલગારી બ્લોગ છે આપનો..સચ્ચાઇનો રણકાર છે કે બધુ મારુ નહિ અને ઉઠાંતરી કરીશ તેને કોપી ન માનતા…અરે લેખકો પોતે ક્રુતિ સર્જે અને પછી તો એમ પણ કહે કે હવે આ બધાનું છે પણ હરામ કોઈ જરા વહેચે તો અપમાનિત થઈ ઘવાઈ જતા હોય છે તે પહેલા તો ઝુકી ઝુકી કહે અરે ભાઇ આ તો સાહિત્ય નું નિસ્વાર્થ અને મા ગુર્જરીનું કામ છે આવા જ લોકો અંદરખાને મોટી રકમ મેલવવા તલસતાં હોય છે…આપ ખુબ વહેન્ચતા રહેજો .. ક્રેડીટ તો આપવી ઘટે તે સૌજન્ય ગણાય બાકી તો એક હાથ્થી વહેંચવા કરતાં વધારે હાથ્થી વહેંચાય તો શું ખોટું..મારા બ્લોગ પર આવ્યા..આભાર.

 4. શ્રી દિલીપભાઈ,
  પ્રોત્સાહન માટે આભાર. આપ તો ખૂબ સ-રસ રચનાઓ કરો છો. આજે જ આપની રચનાઓનો થોડો આનંદ લીધો અને સાઈટ બુકમાર્ક કરી લીધી જેથી ફરી ફરી આનંદ માણી શકું.
  મારે તો મિત્રો સાથે ગમતા ફૂલોની સુગંધ વહેંચવી છે. જોઈએ કેટલી સફળતા મળે છે.
  ફરી આવતા રહેશો અને સૂચન-પ્રતિભાવો આપતા રહેશો.

  જય

 5. કનકવાની ઉડતી મુલાકાત લીધી. મઝા આવી. મળતા રહીશું.

 6. Vaah Bhavanagari bhai no Blog joi anand thayo. Hu pan bhavnagar no chhu haal ma Surat Rahu chhu.

  Nice Blog !

 7. જયભાઇ આપનો બ્લોગ ખરેખર અતિ સુંદર રંગબેરંગી બન્યો છે.
  ખાસ તો આજની આપનું તેજાબબિંદુ ગમ્યું એટલે કહેવા આવ્યો.
  “જો તમારી વાતનો કોઈ વિરોધ જ ન કરે.. તો તો માનજો કે તમે ખોટા જ હશો.”
  આપનું આ (અમૃત)બિંદુ સવાર સુધારી દે છે.

 8. આભારી છું આપનો, સોહમભાઈ. જે વાતો મને ગમે છે તે બીજા કોઈને પણ ગમે ત્યારે સંતોષ અને આનંદ અનુભવાય છે. પ્રયત્ન તો એવો કરું છું કે શક્ય એટલું નિયમીત પોસ્ટીંગ થાય અને કંઈક નવું આપી શકાય.
  બે દિવસથી ઘરે બ્રોડબેન્ડ કનેક્શન બંધ છે, એટલે મોબાઈલ-નેટ વાપરવું પડે છે ને ઓછી સ્પીડને લીધે મજા નથી આવતી.
  આવતા રહેશો.
  જય

 9. બ્લોગ જગતમાં આપની અહીં મળી ઘણો આનંદ થયો. મળતા રહીશું અને આનંદ વહેંચતા રહીશું ! આભાર સહ….

 10. જય ભાઇ,
  તમારો બ્લોગ જોયો ખુબ સરસ છે, ગમ્યો.
  હુ પણ ભાવનગર નો જ છુ, નિયમીતપણે ગુજરાતી બ્લોગ્સ ની મુલાકાત લેતો રહુ છુ. તમારા બ્લોગ પરથી થોડી ગમતી વાતો મિત્રો સાથે શેર કરુ છુ.

 11. જયભાઈ મારા તરફ થી તમને આ એક આમંત્રણ આપું છું.
  http://iharshad.wordpress.com/2010/11/24/invitation-to-all-engineers/

 12. jai bhai

  khubaj saras aapno blog che.

  sanskari nagari bhavena na tame gaurav rupe cho

 13. Excellent Blog.
  ગુજરાતી મા કહીએ તો સંપૂર્ણ ગુજરાતી ભોજન.
  I would like to visit your blog periodically.
  Paresh Jani

 14. જયભાઇ મારો જીલ્લો પણ ભાવનગર છે!! હાલ હું ઢસામાં રહુ છું!!! અવારનવાર ભાવનગર આવુ છુ. આપ કઈ જગ્યાએ ક્લાસ ચલાવો છો તેનુ સરનામુ આપશો!!!

 15. અહીં બ્લોગપર આવવાનો હેતુ પણ એ જ છે-મિત્રો બનાવવાનો, જ્ઞાન મેળવવાનો કે વહેંચવાનો…..I like this ! Welcome to the Gujarati WebJagat ! Wishing you all the Best ALWAYS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar !

 16. jay bhai

  fari ek wakhat tamaro blog samay kadhi ne maniyo

  karekhar khub rangilo che .

 17. જયભાઈ,

  તમારા બ્લોગ ની એક વાત મને ખુબ ગમે છે તે છે ” ટપકા “. તમારો બ્લોગ મને અવનવા વિષયો ને લીધે બહુ ગમે છે.
  જય ભાઈ તમારા માટે એક નાની અમથી વાત મને લખવા ની ગમી તો જરા વાંચી લેજો અને ગમે તો સાંભળી ને રાખજો.

  ” ભાવનગરી ભૂમિએ આવ્યો એક દ્વિજ નો જાયો,
  કોમ્પ્યુટર જ્ઞાન ને ખુબ નીચોવી જાણી લાયો,
  કનકવા બ્લોગ પર રંગીન ટપકા કરી આયો
  અરે હૂં છુ જય ત્રિવેદી તમને ના ઓળખાયો ? “

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s